Pics : ચેન્નઈ એક્સપ્રેસ હિટ : શાહરુખ પણ ખુશ ને ફૅન્સ પણ

મુંબઈ, 13 ઑગસ્ટ : ગત 9મી ઑગસ્ટે રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ હિટ રહી છે. ફિલ્મ હિટ થતાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ખુશ છે, તો શાહરુખના ફૅન્સની ખુશીનો પણ પાર નથી. સોશિયલ મીડિયા ઉપર ફૅન્સ શાહરુખને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યાં છે.

શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણેએ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશન માટે ઘણી મહેનત કરી અને તેમની મહેનત સફળ રહી છે. ચેન્નઈ એક્સપ્રેસે રિલીઝના પ્રથમ જ દિવસે પેડ રિવ્યૂઝનો જ રેકૉર્ડ તોડી 6.75 કરોડનો બિઝનેસ કરી લીધો. પછી ફર્સ્ટ ડેએ જ ફિલ્મે સલમાન ખાન અભિનીત એક થા ટાઇગરનો રેકૉર્ડ પણ તોડ્યો અને સેકેંડ ડે તથા થર્ડ ડેનો રેકૉર્ડ પણ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મે તોડી નાંખ્યો.

આવો તસવીરોમાં જોઇએ ફૅન્સ વચ્ચે શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે અને જાણીએ ચેન્નઈ એક્સપ્રેસ અંગે વધુ વિગતો :

ખુશખુશાલ શાહરુખ-દીપિકા

ખુશખુશાલ શાહરુખ-દીપિકા

મુંબઈમાં ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશન દરમિયાન શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે. બૉક્સ ઑફિસ રિપોર્ટે બંનેને ખુશખુશાલ કરી દીધાં છે.

ફૅન્સ વચ્ચે શાહરુખ

ફૅન્સ વચ્ચે શાહરુખ

મુંબઈમાં ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશન દરમિયાન ફૅન્સ વચ્ચે શાહરુખ ખાન.

ફૅન્સના અભિનંદન

ફૅન્સના અભિનંદન

ચેન્નઈ એક્સપ્રેસ હિટ થતાં શાહરુખના ફૅન્સ તેમને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યાં છે.

શાહરુખે પણ નહીં વિચાર્યું હોય

શાહરુખે પણ નહીં વિચાર્યું હોય

સોશિયલ મીડિયા ઉપર શાહરુખના ફૅન્સ કહે છે કે ચેન્નઈ એક્સપ્રેસ આટલી હિટ થશે, તેવું તો શાહરુખે પણ નહિં વિચાર્યુ હોય.

મનોરંજક ફિલ્મ

મનોરંજક ફિલ્મ

ચેન્નઈ એક્સપ્રેસ એક સમ્પૂર્ણ મસાલા ફિલ્મ છે કે જેમાં એક્શન, કૉમેડી તથા લટકાં-ઝટકાં સાથે ફૅમિલી એંટરટેનમેંટ છે.

ફ્રેશ લુક

ફ્રેશ લુક

ફિલ્મમાં શાહરુખ-દીપિકા લીડ પૅરમાં છે. દીપિકાએ કિંગ ખાન સાથે જ પોતાનું કૅરિયર શરૂ કર્યુ હતું. ફિલ્મ ઓમ શાંતિ ઓમ હિટ રહી હતી. ચેન્નઈ એક્સપ્રેસમાં બને ફ્રેશ લુકમાં નજરે પડે છે.

રજનીકાંત લકી

રજનીકાંત લકી

ચેન્નઈ એક્સપ્રેસનું એક ગીત તામિળ ફિલ્મોના ભગવાન રજનીકાંત પર આધારિત છે. તે ગીત ટ્રેન્ડમાં છે. રજનીનું હોવું જ ફિલ્મની સફળતાની ગૅરંટી હોય છે. ફિલ્મ હિટ થતાં સ્પષ્ટ થઈ ગયું કે કિંગ ખાન માટે રજનીકાંત લકી સાબિત થયાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X