Pics : નવા બજાર તરફ પ્રયાણ કરતી ચેન્નઈ એક્સપ્રેસ

મુંબઈ, 3 ઑગસ્ટ : બૉલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ અપરમ્પરાગત આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરવા તૈયાર છે. કહે છે કે ચેન્નઈ એક્સપ્રેસ એવી પ્રથમ હિન્દી ફિલ્મ છે કે જે પેરૂ અને ભારતમાં એક જ દિવસે એટલે કે 9મી ઑગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

આ અગાઉ શાહરુખની જ માય નેમ ઇઝ ખાન તથા હૃતિક રોશન અભિનીત ગુઝારિશ પેરૂમાં રિલીઝ થઈ હતી, પણ ભારત કરતાં મોડી. ચેન્નઈ એક્સપ્રેસે એક મહત્વની સફળતા હાસલ કરી છે અને તે ભારત સાથે જ પેરૂમાં રિલીઝ થવા જાય છે.

ડિઝની યૂટીવી સ્ટુડિયોઝના સહાયક નિયામક અમૃતા પાન્ડેએ એક નિવેદનમાં જણાવ્યું - શાહરુખ ખાન પાસે ઘણા બધા પ્રશંસકો છે અને વિદેશોમાં ફિલ્મની ભારે માંગ છે. અમે સાત અપરમ્પરાગત બજારોમાં ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યાં છે. પેરૂમાં પહેલી વાર એક જ દિવસે અને એક જ તારીખે કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ થશે.

નોંધનીય છે કે રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્પ્રેસ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણે છે. હાલમાં ફિલ્મનું જોરદાર પ્રમોશન ચાલી રહ્યું છે. શાહરુખ-દીપિકા પ્રમોશન માટે લંડનથી લઈ દુબઈ સુધી ચક્કર મારી આવ્યાં છે, તો વિવિધ રિયલિટી શો અને સીરિયલોમાં પણ પ્રમોશન માટે રોહિત-શાહરુખ-દીપિકા જઈ રહ્યાં છે.

આવો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો :

દુબઈમાં પ્રમોશન

દુબઈમાં પ્રમોશન

ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ઠેર-ઠેર જોર લગાવી રહ્યાં છે. તે જ કડીમાં તાજેતરમાં બંનેએ દુબઈ જઈ ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું.

યૂકેમાં પ્રમોશન

યૂકેમાં પ્રમોશન

શાહરુખ અને દીપિકાએ ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન કરવા યૂકેના પણ ચક્કર લગાવ્યાં છે.

ઈદે રિલીઝ

ઈદે રિલીઝ

ચેન્નઈ એક્સપ્રેસ ઈદ પ્રસંગે રિલીઝ થવાની છે. દર વખતે સલમાન ખાનની ફિલ્મો ઈદ પ્રસંગે રિલીઝ થતી હોય છે, પણ આ વખતે સલમાનની કોઈ ફિલ્મ તૈયાર નથી.

મનસેનો વાંધો

મનસેનો વાંધો

તાજેતરમાં જ ચેન્નઈ એક્સપ્રેસ સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનો વાંધો મરાઠી ફિલ્મ દુનિયાદારીને ઉતારી ચેન્નઈ એક્સપ્રેસ રિલીઝ કરવા સામે હતો.

રાજની લીલી ઝંડી

રાજની લીલી ઝંડી

દિગ્દર્શક રોહિત શેટ્ટીએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી અને તે પછી રાજે ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X