Pics : ચેન્નઈ એક્સપ્રેસે યુ ટ્યુબ ઉપર મચાવી ધૂમ

મુંબઈ, 18 જૂન : શાહરુખ ખાનની બહુચર્ચિત ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું ટ્રેલર લૉન્ચ થઈ ચુક્યું છે કે જેને જોવા માટે લોકો ઘેલા બન્યાં છે. આપને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ હકીકત એ જ છે કે રોહિત શેટ્ટીની આ ફિલ્મનું ટ્રેલર જોવા માટે યુ ટ્યુબે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ટ્રેલર માત્ર 4 જ દિવસમાં 20 લાખથી વધુ વાર જોવાઈ ચુક્યું છે.

આગામી 8મી ઑગસ્ટે રિલીઝ થનાર ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં રૂપેરી પડદે પુનઃ એક વાર શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે દેખાશે. ઓમ શાંતિ ઓમ બાદ આ બૉલીવુડ જોડીને બીજી વાર જોવા લોકો આતુર હતાં. ફિલ્મના નિર્માતા શાહરુખ છે કે જેઓ હાલ ખભાની સર્જરીના કારણે બેડ રેસ્ટ ઉપરછે. જૂનના અંતે તેઓ કામે પરત ફરશે. જાણવા મળે છે કે ફિલ્મ ઈદ પ્રસંગે રિલીઝ થાની છે. ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની છે કે જે ડૉનની દીકરી સાથે પ્રેમ કરે છે કે જેને પામવાના ચક્કરમાં એક લાંબો પ્રવાસ કરે છે. ફિલ્મમાં લાંબે ગાળે શાહરુખ ખાન કૉમેડી કરતાં નજરે પડશે.

આવો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો.

શાહરુખ વિશ્વાસપાત્ર

શાહરુખ વિશ્વાસપાત્ર

દીપિકાએ ફરી જણાવ્યું છે કે તેઓ કિંગ ખાન ઉપર આંખો બંધ રાખી વિશ્વાસ કરી શકે છે.

દીપિકા-શાહરુખ

દીપિકા-શાહરુખ

દીપિકા-શાહરુખની જોડી ઓમ શાંતિ ઓમ બાદ બીજી વાર રૂપેરી પડદે આવી રહી છે. ઓમ શાંતિ ઓમ દીપિકાની પ્રથમ ફિલ્મ હતી.

રસપ્રદ પ્રવાસ

રસપ્રદ પ્રવાસ

ફિલ્મની વાર્તા એવી વ્યક્તિની છે કે જે મુંબઈથી રામેશ્વરમ આવે છે. આ પ્રવાસમાં તેની સાથે શું-શું થાય છે? તે જ ફિલ્મમાં દર્શાવાયું છે.

અસ્વસ્થ શાહરુખ

અસ્વસ્થ શાહરુખ

ફિલ્મના નિર્માતા શાહરુખ ખાન ખભાની સર્જરીના કારણે હાલ બેડ રેસ્ટ પર છે.

ઈદે રિલીઝ

ઈદે રિલીઝ

ફિલ્મ ઈદ પ્રસંગે 8મી ઑગસ્ટે રિલીઝ થવાની છે. શાહરુખની વિનંતી બાદ એકતા કપૂરે પોતાની વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેનની રિલીઝ ડેટ એક અઠવાડિયા આગળ વધારી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X