Arjun Kapoor : કેવો સંજોગ? અર્જૂન કપૂર દુબઇ પહોંચ્યો અને શ્રીના પાર્થિવદેહને મંજૂરી મળી!
અર્જૂન કપૂર અને શ્રીદેવી વચ્ચે કેવા સંબંધો હતો તે વાત જગ જાહેર છે. તેમ છતાં અર્જૂન કપૂર શ્રીદેવીની મોત પછી દુબઇ પહોંચ્યો. જાણો આ અંગે વધુ અહીં.
બોલીવૂડમાં કેટલાક સંબંધો એવી રીતે બંધાઇ જાય છે કે તેની પર પણ એક બોલીવૂડની ફિલ્મ બનાવી શકાય. આવો જ એક અજીબ સંજોગ આજે બન્યો છે. ઉલ્લેખનીય છે કે અર્જૂન કપૂર અને શ્રીદેવી વચ્ચે કેવા સંબંધો હતો તે વાત જગ જાહેર છે. જીવતા જીવત બંને એકબીજાને સામ સામે જોવાનું ટાળતા હતા. પણ શ્રીદેવીના મોત પછી જ્યારે 2 દિવસ પછી પણ તેના પાર્થિવ દેહને દુબઇ તરફથી મંજૂરી ના મળી ત્યારે પિતાની સાથે રહેવા માટે મુંબઇથી અર્જૂન કપૂર દુબઇ પહોંચ્યો. અને તેના ત્યાં પહોંચ્યા પછી શ્રીદેવીના પાર્થિવ દેહની પ્રક્રિયા પણ જલ્દી થઇ અને હવે તેનો પાર્થિવ દેહ મુંબઇ પણ જલ્દી જ આવી રહ્યો છે.

અર્જૂન કપૂર આ પહેલા અનેક વાર કહી ચૂક્યો છે કે શ્રીદેવી તેની સાવકી માતા નથી પણ તેના પિતાની પત્ની છે. તે પત્ની જેના કારણે તેના માતા-પિતા અલગ થયા હતા. અર્જૂન કપૂર તે પિતાના પ્રેમ તેની નવી મમ્મી અને બે બહેનો સાથે વહેંચવાનો વારો આવ્યો હતો. શ્રીદેવીએ ભલે અર્જૂન કપૂરની પહેલી ફિલ્મની રિલિઝ પર કંઇ પણ બોલવાનું ટાળ્યું હોય. પણ હકીકત એ પણ છે કે અર્જૂન કપૂરની ફિલ્મ રિલિઝ થવાની હતી તેના એક મહિના પહેલા તેની માતા મોના કપૂર કેન્સરની લાંબી બિમારીના કારણે આ દુનિયા છોડીને જતી રહી હતી. અને તે પછી આજે જ્યારે જહ્નવી કપૂરની પણ નવી ફિલ્મ આવી રહી છે ત્યારે એક મહિના પહેલા શ્રીદેવીનું પણ અચાનક મોત થયું છે.
જોકે મોના કપૂરના અંતિમ સંસ્કારમાં ના તો શ્રીદેવી આવી હતી ના જ તેની પુત્રીમાંથી કોઇ. પણ હા શ્રીદેવીની મોત પછી અર્જૂન કપૂર અને તેની બહેન અનિલ કપૂરને ત્યાં ખરખરો કરાવવા પહોંચ્યા હતા. અને જ્યારે બોની કપૂર પર પણ દુબઇમાં શ્રીદેવીની મોત પછી શંકાની સોય મૂકાઇ હતી અને પ્રક્રિયા લાંબી થઇ હતી તો અર્જૂન કપૂર દોડીને દુબઇ પહોંચ્યો હતો. ચોક્કસથી આ પાછળ કોઇ કારણ પણ હોઇ શકે અને કોઇ જ કારણ ના હોય તેમ પણ હોઇ શકે. પણ વાત અહીં એ છે કે બોલીવૂડ જ્યાં નવી નવી કહાનીઓ સાથે દરરોજ નવી ફિલ્મો બનતી રહે છે ત્યાં એક તેવો સંબંધોનો સંજોગ સર્જાયો છે જે રસપ્રદ છે.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો











Click it and Unblock the Notifications
