Raju Srivastava Health: 15 દિવસ પછી કૉમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવને આવ્યા ભાનમાં, ધીમે-ધીમે કરી રહ્યા છે રિકવર
કૉમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના ચાહકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
મુંબઈઃ ફેમસ કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ઘણા સમયથી પોતાના જીવનની લડાઈ લડી રહ્યા છે. તેઓ હાલમાં દિલ્લી એઈમ્સમાં દાખલ છે. હૉસ્પિટલમાં દાખલ થયા બાદથી તે વેન્ટિલેટર પર બેભાન છે. તેમના સ્વાસ્થ્યને લગતા અપડેટ્સ દરરોજ બહાર આવતા રહે છે. આ દરમિયાન હવે તેમના ચાહકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હા, આખરે રાજુ શ્રીવાસ્તવ 15 દિવસની જહેમત બાદ ફરી ભાનમાં આવ્યા છે. એઈમ્સ દિલ્લીના ડૉકટરો દ્વારા તેમની દેખરેખ કરવામાં આવી રહી છે. તેમની તબિયત હવે ધીમે ધીમે સુધરી રહી છે.

તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ રાજૂ શ્રીવાસ્તવને જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જેના પછી તેમના ટ્રેનર તેમને હૉસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યારથી કૉમેડિયનને દિલ્લીની AIIMS હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક વીડિયો સંદેશમાં રાજુ શ્રીવાસ્તવના ભાઈ દીપુ શ્રીવાસ્તવે થોડા દિવસો પહેલા કહ્યુ કે તે હજુ પણ હૉસ્પિટલમાં છે પરંતુ તેમને વિશ્વાસ છે કે ચાહકોની પ્રાર્થના જલ્દી કામ આવશે. અમને ઘણી સારી સુવિધાઓ મળી રહી છે. રાજૂના ઈલાજ માટે પ્રોફેશનલ ડૉક્ટરોની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે.












Click it and Unblock the Notifications
