ભુતાવળ હોટેલમાં રાત પસાર કરવાની ચૅલેંજ એટલે હૉરર સ્ટોરી
મુંબઈ, 14 ઑગસ્ટ : હૉરર ફિલ્મો માટે જાણીતા વિક્રમ ભટ્ટ લઈને આવી રહ્યાં છે વધુ એક બિહામણી ફિલ્મ. વિક્રમ ભટ્ટની ખાસિયત જ હૉરર ફિલ્મો છે. તેઓ વધુ એક વાર દર્શકોના હૃદયના ધબકાર વધારવાની તૈયારી કરી રહ્યાં છે. તેમની આગામી ફિલ્મ છે હૉરર સ્ટોરી કે જેનું દિગ્દર્શન અયુષ રૈનાએ કર્યું છે. અયુષ આ અગાઉ લઘુ ફિલ્મ બૉમ્બે હાઈનું દિગ્દર્શન કરી ચુક્યાં છે.

વિક્રમ ભટ્ટ નિર્મિત હૉરર સ્ટોરી ફિલ્મનો ફર્સ્ટ લુક જારી થઈ ચુક્યો છે. ફિલ્મની વાર્તા સાત યુવાનોની આસપાસ ફરે છે કે જેઓ શહેરની વચ્ચોવચ્ચ આવેલી એક ભુતાવળ હોટેલમાં રાત પસાર કરવાનો પડકાર સ્વીકારી લે છે. આ યુવાનોને નથી ખબર કે આ રાત તેમના જીવનની સૌથી ભયાનક અથવા એમ કહો કે છેલ્લી રાત સાબિત થશે. આ સાથે જ શરૂ થાય છે ભય અને રોમાંચનો સિલસિલો કે જેના માટે વિક્રમ ભટ્ટ જાણીતા છે.
ટેલીવિઝન અભિનેતા કરણ કુંદ્રા હૉરર સ્ટોરી સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી રહ્યાં છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રવીશ દેસાઈ, હસન ઝૈદી, નિશાંત મલકાન, શીતલ સિંહ, અપર્ણા બાજપાઈ, રાધિકા મેનન તથા નંદિની વૈદનો સમાવેશ થાય છે. ફિલ્મ 13મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
