હૉટ બેબ્સ પ્રિયંકા છે બૉલીવુડની કોન્ટ્રોવર્સી ક્વીન

બૉલીવુડ અને વિવાદ એક સિક્કાની બે બાજૂ સમાન છે. છાશવારે આપણને ગોસિપ બૉક્સમાં એક તો એવા સમાચાર મળી જ જશે કે જેમાં એ જણાવવામાં આવ્યું હશે કે બૉલીવુડના આ અભિનેતા કે અભિનેત્રીઓ વચ્ચે તણખાં ઝર્યા. જો કે, આ યાદીમાં અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં પ્રિયંકા ચોપરાનું નામ સૌથી ઉપર આવે છે. આજે બૉલીવુડની હૉટ અને સેક્સી અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો જન્મ દિવસ છે. દેશભરમાં તેના ચાહકો દ્વારા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે અમે અહીં આ વિવાદની રાણી એવી કામુક અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે જોડાયેલા કેટલાક વિવાદો તમારી સમક્ષ લાવી રહ્યાં છીએ. જેમાં અક્ષય કુમાર સાથેનો પ્રેમ પ્રસંદ, ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર સાથે લડાઇ, મેનેજર સાથે વિખવાદ તો અભિનેત્રીઓ સાથેની લડાઇ. નોંધનીય છે કે પ્રિયંકાનો આ પહેલો જન્મ દિવસ હશે કે જે તેના પિતાની અનઉપસ્થિતિમાં મનાવશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ બર્થડે ગર્લ પ્રિયંકા ચોપરાના વિવાદો.

અક્ષય કુમાર સાથે પ્રેમ વિવાદ

અક્ષય કુમાર સાથે પ્રેમ વિવાદ

બૉલિવૂડમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માટે મથી રહી હતી તે સમયે તેના સાથી અભિનેતા અક્ષય કુમાર સાથે તે પ્રેમમાં હોવાની અફવા ઉડી હતી. આ બાબતે એ હદે વિવાદ ચગાવ્યો હતો કે, અક્ષય કુમારનું લગ્નજીવન વેર વિખેર થવાની અણીએ આવી પહોંચ્યું હતું. ત્યારબાદ અક્ષય કુમારે પ્રિયંકા ચોપરા સાથે એકપણ ફિલ્મ કરી નથી. નોંધનીય છે કે, અંદાજ, એતરાઝ, મજુસે શાદી કરોગી અને વક્ત ફિલ્મો પ્રિયંકા અને અક્ષયે એક સાથે કરી હતી અને બન્નેની જોડીને ઘણી પસંદ કરવામાં આવતી હતી.

સલમાન સાથે વિવાદ

સલમાન સાથે વિવાદ

મે ઓર મિસિઝ ખન્ના ફિલ્મમાં તેને અભિનેત્રી તરીકે નહીં લેવામાં આવતા સલમાન સાથે તેનો વિવાદ થયો હતો અને ત્યારબાદ તેણે સલમાન ખાન સાથે એકપણ ફિલ્મ કરી નહોતી. તેની અને સલમાનની છેલ્લી ફિલ્મ ગોડ તૂસી ગ્રેટ હો આવી હતી.

લગ્ન તોડાવવાનો આરોપ

લગ્ન તોડાવવાનો આરોપ

અક્ષય કુમાર બાદ તેનું નામ બૉલિવૂડના કિંગ શાહરૂખ ખાન સાથે પણ ચગ્યું હતું અને તેણે શાહરૂખ અને ગૌરી વચ્ચે તણાવ પેદા થઇ ગયો હતો અને એવા પણ સમાચાર મીડિયામાં પ્રસારિત થવા લાગ્યા હતા કે પ્રિયંકાના કારણે શાહરૂખ ગૌરીનું લગ્નજીવન ભંગાણના આરે આવી ગયું છે, જોકે કિંગ ખાને બાજી સંભાળી લીધી હતી.

કરીના સાથે વિવાદ

કરીના સાથે વિવાદ

અક્ષય કુમાર સાથેની ફિલ્મ એતરાઝ વખતે કરીના કપૂર સાથે પ્રિયંકાને વાંધો પડ્યો હતો. ત્યારબાદ પ્રિયંકાએ કરીના પાસેથી ફેશન ફિલ્મનો રોલ આંચકી લીધો હતો અને વિવાદે જોરદાર વેગ પકડ્યો હતો.

શાહિદ સાથે પ્રેમપ્રકરણ

શાહિદ સાથે પ્રેમપ્રકરણ

વિશાલ ભારદ્વાજની ફિલ્મ કમીનેમાં સાથે કામ કરતી વખતે પ્રિયંકા, શાહિદ કપૂરની નજીક આવી હતી અને બન્ને એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હોવાની વાત પણ ઉડી હતી. જોકે તેણે આવું કંઇ પણ નહીં હોવાનું જણાવીને વિવાદ ઉભો કર્યો હતો. બાદમાં પ્રિયંકા, શાહિદ કપૂરથી દૂર જતી રહી હતી.

મેનેજર સાથે વિવાદ

મેનેજર સાથે વિવાદ

એક સમયે પ્રિયંકા ચોપરાનું તમામ કામ તેનો મેનેજર સંભાળતો હતો પરંતુ બાદમાં પ્રિયંકા જ બધું જાતે કરવા લાગી અને તેને લઇને મેનેજર પ્રકાશ જાજુ સાથે તેને વિવાદ થયો હતો. એવું પણ કહેવાય છે કે આ વિવાદના કારણે મેનેજર અક્ષય કુમાર સાથેના સંબંધો અંગેની જાણ ટ્વિન્કલ ખન્નાને કરી દીધી હતી.

કપડાંને લઇને નિખિલ અડવાણી સાથે વિવાદ

કપડાંને લઇને નિખિલ અડવાણી સાથે વિવાદ

સલામ એ ઇશ્ક ફિલ્મ સમયે ફિલ્મના ડિરેક્ટર સાથે પ્રિયંકાને વિવાદ થયો હતો. ફિલ્મમાં તેના કપડાં સારા નહીં હોવાના કારણે તેણે વિવાદ કર્યો હતો અને ડિરેક્ટર નિખિલ અડવાણીએ નમતું જોખવું પડ્યું હતું.

કરણ જોહર સાથે લડાઇ

કરણ જોહર સાથે લડાઇ

શાહરુખ સાથે નામ જોડાયા બાદ એક કાર્યક્રમ દરમિયાન કરણ જોહરે આ મુદ્દો ઉપાડ્યો હતો અને પ્રિયંકા ખાસ્સી નારાજ થઇ ગઇ હતી. ત્યારબાદ કરણ જોહરે ફોન કરીને પ્રિયંકાની માફી માગી હતી.

 અનેક ફિલ્મોને લઇને વિવાદ

અનેક ફિલ્મોને લઇને વિવાદ

ગોવિંદા સામેની રાજા ભૈયા ફિલ્મથી દૂર થઇને તેણે એક વિવાદ ચગાવ્યો હતો ત્યારબાદ તે પ્લાન ફિલ્મમાં પૈસાની લેણદેણને લઇને પણ તેણે ફિલ્મના પ્રોડ્યુસર સાથે વિવાદ કર્યો હતો.

શ્રીસંથ સાથે નામ ઉછળતા વિવાદ

શ્રીસંથ સાથે નામ ઉછળતા વિવાદ

એક જાહેરખબર દરમિયાન શ્રીસંથ અને પ્રિયંકા નજીક આવ્યા હોવાની વાત ઉડી હતી. જેને લઇને વિવાદ સર્જાયો હતો અને બાદમાં બહાર આવ્યું હતું કે આ એક પબ્લિસિટી સ્ટંટ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X