Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વર્ષ 2012 દબંગ સલમાન ખાનના નામે રહ્યું

મુંબઈ, 29 ડિસેમ્બર : વર્ષ 2012 તો ઑલમોસ્ટ બૉલીવુડ એક્ટર સલમાન ખાનના નામે જ રહ્યું. આ વર્ષની શરુઆત એક થા ટાઇગર સાથે થઈ અને આ ફિલ્મે બૉક્સ ઑફિસે અત્યાર સુધીના તમામ રેકૉર્ડ તોડી નાંખ્યા અને સાથે જ સૌથી ઝડપથી 100 કરોડની કમાણી કરનાર અત્યાર સુધીની પ્રથમ ફિલ્મમાં એક થા ટાઇગરે પોતાનો સમાવેશ કરાવી લીધો. પછી વર્ષાંતે સલમાને વધુ એક હિટ ફિલ્મ દબંગ 2 આપી અને તે બીજી ઝડપી 100 કરોડની કમાણી કરનાર ફિલ્મ બની ગઈ. સાથે જ આ ફિલ્મ અત્યાર સુધીની વગર કોઈ તહેવારે કે રજાએ રિલીઝ થનાર અને 100 કરોડ કમાવનાર પ્રથમ ફિલ્મ પણ બની ગઈ.

દબંગ 2એ પ્રથમ સપ્તાહે જ પૂરા 101 કરોડ રુપિયા કમાવ્યાં, જ્યારે એક થા ટાઇગરે પ્રથમ પાંચ દિવસોમાં આટલી કમાણી કરી હતી. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની જોડી વધુ એક વાર આ વર્ષની હિટ જોડી રહી. સલમાન ઉપરાંત અક્ષય કુમારની રાઉડી રાઠોડ તથા શાહરુખ ખાનની જબ તક હૈ જાન પણ આ વર્ષે રિલીઝ થઈ, પરંતુ આ ફિલ્મો સલમાનની ફિલ્મો આગળ ફિક્કી રહી. આ વર્ષે સલમાન અને કૅટરીના કૈફની જોડી પણ હિટ રહી.

આ વર્ષ આમિર ખાનની ફિલ્મ તલાશ પણ રિલીઝ થઈ. જોકે આ ફિલ્મમાં રાણી મુખર્જી અને કરીના કપૂર જેવા મોટા સ્ટાર્સ પણ હતાં, પરંતુ આ ફિલ્મે બૉક્સ ઑફિસે કંઇ ખાસ કમાલ ન કરી. સલમાનની એક થા ટાઇગરનો રેકૉર્ડ તો કોઈ પણ ફિલ્મ ન તોડી શકી. તોડવો તો દૂર કોઈ ફિલ્મ આ રેકૉર્ડની આજુબાજુ પણ ન પહોંચી શકી. હવે દબંગ 2 દ્વારા સલમાને આ વર્ષના અંતે વધુ એક રેકૉર્ડ પોતાના નામે કરી લીધો. આમ સરવાળે વર્ષ 2012 સલમાન ખાનના નામે રહ્યું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X