માત્ર સલમાનની ફિલ્મ નથી દબંગ 2 : અરબાઝ

મુંબઈ, 15 ડિસેમ્બર : બૉલીવુડની મોસ્ટ અવેટેડ દબંગ 2 ફિલ્મ આગામી 21મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મુખ્ય કલાકારો સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા છે. ફિલ્મ વર્ષ 2010માં આવેલ ફિલ્મ દબંગની સિક્વલ છે. ફિલ્મના ગીત ટૉપ ટેન રેસમાં સારું સ્થાન બનાવી ચુક્યાં છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલુ છે. ફિલ્મ અંગે સલમાન-સોનાક્ષી દરેક પ્રમોશન ઇવેન્ટ તથા ટેલીવિઝન શોમાં દેખાઈ રહ્યાં છે.

Salman-Sonakshi

આ ફિલ્મ સાથે પ્રથમ વાર દિગ્દર્શન ક્ષેત્રે ઉતરનાર અરબાઝ ખાને જણાવ્યું કે દબંગ 2 ફિલ્મ માત્ર સલમાન ખાનની જ ફિલ્મ નથી, પણ આ એક ટીમ વર્ક છે કે જેમાં સોનાક્ષી સિન્હાથી માંડી મારો પોતાનો સમાવેશ થાય છે. મેં આ ફિલ્મને દબંગ સાથે જોડી રાખવાની પુરતી કોશિશ કરી છે. ફિલ્મના પાત્રોનો તાણો-વાણો એવો ગુંથ્યો છે કે જેથી લોકોને ફિલ્મ જોતાં જ દબંગની વાર્તા યાદ આવી જાય.

અરબાઝ ખાને જણાવ્યું કે માત્ર સલમાન ખાન હોવાથી કે ક્રિસમસ પ્રસંગે રિલીઝ થવા માત્રથી ફિલ્મ સારી નથી થઈ જતી. ફિલ્મ હિટ થાય છે સારી વાર્તા તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શન દ્વારા કે જેનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. જોઇએ કે અરબાઝ ખાનની વાતોમાં કેટલી સચ્ચાઈ છે અને ફિલ્મનો બૉક્સ ઑફિસે શો હાલ થાય છે?

આપને જણાવી દઇએ કે ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિન્હા અને પ્રકાશ રાજ અભિનય કરી રહ્યાં છે. સલમાન ખાને ફિલ્મમાં પોલીસ ઇંસ્પેક્ટરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 21મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે કે જે પોતાની રીતે એક રેકૉર્ડ છે, કારણ કે કાયમ ઈદ પ્રસંગે પોતાની ફિલ્મ રિલીઝ કરનાર સલમાન ખાનની 21 વર્ષ બાદ કોઈ ફિલ્મ આવી રહી છે ક્રિસમસ પ્રસંગે. 21 વરસ અગાઉ સલમાનની પ્રથમ હિટ ફિલ્મ મૈંને પ્યાર કિયા રિલીઝ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X