ચાહકો કંટાળ્યા, ‘દેસી છોરી’ સોનાક્ષીએ બનવું પડશે હોટ ગર્લ?
પોતાની પર્દાર્પણ ફિલ્મથી લઇને તાજતરમાં રજુ થયેલી ફિલ્મ આર રાજકુમાર સુધીમાં સોનાક્ષી સિન્હા પોતાના એક્શન હીરો અને તેમની ફિલ્મોને 100 કરોડ ક્લબમાં સામેલ કરવા માટે લકી સાબિત થઇ છે, પરંતુ શું તમે એવું નથી લાગતું કે સોનાક્ષી સિન્હા એક્શન હીરો સાથેની મસાલા ફિલ્મો કરીને માત્ર પોતાના રોલને રિપીટ કરી રહી છે!
સોનાક્ષી સિન્હા દ્વારા ભજવવામાં આવેલા પાત્રો અંગે વાત કરવામાં આવે તો ફિલ્મ ‘લૂટેરા'ને બાદ કરીને બાકીની તમામ ફિલ્મોમાં તેણે એક ગ્લેમ ડોલની ભૂમિકા અદા કરી છે. સલમાન ખાન સાથેની ‘દબંગ' હોય કે પછી અક્ષય કુમાર સાથેની ‘રાઉડી રાઠોડ', ઉપરાંત તાજેતરમાં રજુ થયેલી શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘આર...રાજકુમાર'. આ તમામ ફિલ્મોમાં બે વાત કોમન હતી, એક તો આ તમામ ફિલ્મો એક્શન જોનરની હતી અને બીજું કે આ તમામ ફિલ્મોમાં સોનાક્ષી સિન્હાએ એક્શન હીરોની ક્વીનની ભૂમિકા ભજવી હતી.
પોતાની પર્દાર્પણ ફિલ્મ, દબંગ માટે સોનાક્ષીએ અંદાજે 30 કેજી જેટલું વજન ઉતાર્યું હતું કારણ કે તેને એક ગામડાની છોકરીનું પાત્ર ભજવવાનું હતું. આ ફિલ્મમાં તેના વજન અને દેખાવને લઇને ઘણી જ ટીકાઓ પણ થઇ હતી. જો કે, તેણે એકવાર કહ્યું હતું કે લોકો તેના વજનને લઇને જે પણ પ્રકારની ટીકા કરે છે, તેનાથી તેને કોઇ સમસ્યા નથી. તાજેતરમાં પણ તેની ડ્રેસિંગ સેન્સને લઇને ટીકા કરવામાં આવી હતી. જો તમે નોંધ લીધી હોય તો સોનાક્ષી સિન્હા તેની તમામ ફિલ્મોમાં લાલ રંગના ડ્રેસમાં જોવા તો મળશે જ.
એમાં કોઇ શંકા નથી કે, દબંગ શ્રેણી અને રાઉડી રાઠોડ બન્ને ફિલ્મોએ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી હતી, પરંતુ તાજેતરમાં રજુ થયેલી તેની ફિલ્મો બુલેટ રાજા અને આર... રાજકુમાર બોક્સ ઓફીસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ નીવડી છે. જેનાથી એવુ લાગી રહ્યું છે કે, લોકો સોનાક્ષીના દેસી લૂક(સલવાર્સ અને સાડી)થી કંટાળી નથી ગયા પરંતુ તેના રિપીટિંગ રોલ્સથી પણ કંટાળી ગયા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સોનાક્ષી સિન્હાના રિપીટિંગ રોલ્સ, લૂક્સ અને એક્શન હીરોઝને.

દબંગ
2010માં સલમાન ખાને પોતાની ફિલ્મ દબંગથી બૉલીવુડને એક નવો ચહેરો આપ્યો હતો, આ ફિલ્મ તેના ભાઇ અરબાઝ ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મને ઓલ ટાઇમ બ્લોક બસ્ટર ફિલ્મ જાહેર કરવામાં આવી હતી અને આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટર થઇ હતી. આ ફિલ્મની અસર સલમાનના ચાહકો પર તો પડી જ હતી, પરંતુ સોનાક્ષીએ પોતાને દેસી અવતારથી લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.

રાઉડી રાઠોડ
ત્યાર બાદ સોનાક્ષી સિન્હાની વધુ એક એક્શન ફિલ્મ આવી હતી, રાઉડી રાઠોડ. આ ફિલ્મ પણ બોક્સ ઓફીસ પર સુપર હીટ રહી હતી, તેમજ આ ફિલ્મને અક્ષય કુમારની અક્શન હીરો તરીકની પુનરાગમન ફિલ્મ ગણાવવામાં આવી હતી. આ ફિલ્મમાં અક્ષયે શિવા અને એસીપી વિક્રમ રાઠોડની ભૂમિકા નિભાવી હતી જ્યારે તેની પ્રેમિકા પારોની ભૂમિકા સોનાક્ષી સિન્હાએ નિભાવી હતી.

દબંગ 2
દબંગ ટૂમાં પણ સોનાક્ષીએ એ જ પાત્ર ભજવ્યું હતુ. આ ફિલ્મમાં લોકોને સોનાક્ષીનું પરફોર્મન્સ એટલું પસંદ પડ્યું નહોતું તેમ છતા લોકોએ તેની સલમાન ખાન સાથેની જોડીને વધુ પસંદ કરી હતી.

સન ઓફ સરદાર
સન ઓફ સરદાર એક એક્શન કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મમાં સોનાક્ષી સામે હીરો તરીકે અજય દેવગણ હતો. સોનાક્ષીએ આ ફિલ્મમાં પંજાબી ગર્લ સુખમીતનું પાત્ર ભજવ્યુ હતું જે અજય(જસ્સી)ના પ્રેમમાં પડી જાય છે.

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા
આ એક ગેંગસ્ટર પર આધારિત ફિલ્મ હતી. જેમાં સોનાક્ષી સિન્હા અક્ષય કુમાર અને ઇમારન ખાન બન્નેના પ્રેમમાં સેન્ડવીચ બની જાય છે. બન્ને અભિનેતાઓ સોનાક્ષીને પ્રેમ કરતા હોય છે. આ ફિલ્મમાં સોનાક્ષીએ ઉભરતી અદાકારા જેસમીનનું પાત્ર ભજવ્યું છે, જ્યારે અક્ષય આ ફિલ્મમાં ડોનની ભૂમિકામા છે જે તેને મદદ કરે છે જ્યારે ઇમરાન ખાન આ ફિલ્મમાં અક્ષયના વફાદાર સાથી અસલમનું પાત્ર ભજવે છે.

બુલેટ રાજા
આ ફિલ્મનું દિગ્દર્શક અને કથા તિગ્માંશુ ધુલિયા દ્વારા લખવામાં આવી હતી. આ ફિલ્મમાં સોનાક્ષી સામે હીરો તરીકે સૈફ અલી ખાન છે. આ ફિલ્મમાં સોનાક્ષીએ એક બંગાળી પાત્ર ભજવ્યું છે અને સૈફ અલી ખાન તેના પ્રેમમાં પડી જાય છે.

આર.... રાજકુમાર
તાજેતરમાં રજુ થયેલી તેની ફિલ્મ આર...રાજકુમારને ઘણા ખરાબ રીવ્યુ મળી રહ્યાં છે. આ ફિલ્મ એક એક્શન ફિલ્મ છે, જેને પ્રભુ દેવા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સોનાક્ષીએ શાહીદ કપૂરની પ્રેમિકાની ભૂમિકા ભજવી છે, જે એકદમ મીસમેચ છે. તેમજ આ ફિલ્મની જે સ્ટોરી છે અને તેમાં સોનાક્ષીનું જે પાત્ર છે તે તેની આગામી ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારાને મળતું આવે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
