Pics : સોનાક્ષીની લુટેરા જોવા ઉત્સુક છે શત્રુઘ્ન
મુંબઈ, 19 જૂન : બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કહે છે કે તેમના પિતા શત્રુઘ્ન સિન્હા તેમની આવનાર ફિલ્મ લુટેરાનું ટ્રેલર જોઈ ખુશ છે અને તેઓ આખી ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.
સોનાક્ષીએ મંગળવારે ટેલીવિઝન રિયલિટી શો ઇમોશનલ અત્યાચારના સેટ ઉપર જણાવ્યું - તેઓ બહુ ખુશ છે. લુટેરાનું પ્રોમો સૌપ્રથમ ઇંટરનેટ ઉપર લૉન્ચ થયું. ત્યાં સુધી આ ટેલીવિઝન ઉપર નહોતું પ્રસારિત થયું. તેથી પપ્પાએ પોતાના એક મિત્રને ફોન કરી ટ્રેલર ડાઉનલૉડ કરવા જણાવ્યું. પપ્પાએ જણાવ્યું કે તેઓ તેને જોવા માંગે છે. જ્યારે તેમણે ટ્રેલર જોયું, ત્યારે તેઓ બહુ ખુશ થઈ ગયા હતાં.
સોનાક્ષીએ જણાવ્યું - પપ્પાએ જણાવ્યું કે આ ફિલ્મ અલગ અને રોચક લાગે છે અને હું ચોક્કસ તેને જોવા માંગીશ. વિક્રમાદિત્ય મોટવાણી દિગ્દર્શિત લુટેરા ફિલ્મ એક કાળ વિશેષ પર આધારિત રોમાંસથી ભરપૂર ફિલ્મ છે. સોનાક્ષી સાથે રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે.
આગામી 5મી જુલાઈએ રિલીઝ થતી લુટેરા ફિલ્મ અંગે આવો તસવીરો સાથે વધુ જાણીએ :

કરણ પણ ફિદા રણવીર-સોનાક્ષી ઉપર
જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જૌહર કહે છે - લુટેરા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા તથા રણવીર સિંહ વચ્ચેની કેમેસ્ટ્રી એક સ્લો ફિલ્મમાં પણ પ્રાણ ફૂંકે છે. ફિલ્મના પ્રોમોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે કે જેનું કારણ રણવીર-સોનાક્ષી છે. તેમના લુકમાં એક મૌન સેંસુઆલિટી છે કે જે લોકોને જરૂર ગમશે. ફિલ્મનું સંગીત પણ કમાલનું છે, તો ફિલ્મની રજુઆત પણ ખૂબ સારી લાગી છે. આશા કરુ છું કે લોકોને ફિલ્મ ખૂબ ગમશે. બંને જ રોમાંટિકલી સેક્સી છે.

રણવીર સારા કલાકાર : સોનાક્ષી
ફિલ્મના મ્યુઝિક લૉન્ચ પ્રસંગે સોનાક્ષીએ પણ રણવીર સિંહના ખૂબ વખાણ કર્યાં અને જણાવ્યું કે ફિલ્મ લુટેરાના રોલથી રણવીર બહુ અપૉઝિટ છે. તેઓ રીયલ લાઇફમાં ખૂબ સીધા-સાદા છે. મને તેમની સાથે કામ કરી ગમ્યું, તો રણવીરે પણ જણાવ્યું કે સોનાક્ષી સિન્હા એક બહુ જ સારા કલાકાર છે. હું તેમની સાથે વારંવાર કામ કરવા ઇચ્છીશ.

પચાસના દાયકાની વાર્તા
પચાસના દાયકાની શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રચારિત કરાતી ફિલ્મ લુટેરાને ઉડાન જેવી ફિલ્મ બનાવનાર ગંભીર નિર્માતા-દિગ્દર્શક વિક્રમાદિત્ય બનાવી રહ્યાં છે. ફિલ્મ એક પ્યારી-સી લવ સ્ટોરી છે કે જેને વિક્રમાદિત્ય ઉપરાંત એકતા કપૂર અને અનુરાગ કશ્યપ સાથે મળી બનાવી રહ્યાં છે.

પ્રેમલગ્ન-છુટાછેડા-પુનર્મિલન
ફિલ્મમાં એક યુવાન-યુવતી પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે, પણ ટુંકમાં જ બંનેના છુટાછેડા થઈ જાય છે. કારણ કે પરિવારની મરજી લગ્નમાં નહોતી, તેથી બંને છુટાછેડા બાદ પણ ઝિંદગીમાં એકલાં જ આગળ વધે છે, પણ પાંચ વરસ બાદ બંને પુનઃ એક વળાંકે સામ-સામે આવી જાય છે. પ્રેમ અને કશ્મકશ વચ્ચેની વાર્તા છે લુટેરા ફિલ્મ કે જે 5મી જુલાઈએ રિલીઝ થવાની છે.

સોનાક્ષી-રણવીરના ઇંટીમેટ સીન્સ
ફિલ્મમાં સોનાક્ષી સિન્હા તથા રણવીર સિંહ વચ્ચે ઇંટીમેટ સીન્સ પણ ફિલ્માવાયાં છે. ફિલ્મમાં સોનાક્ષી પ્રથમ વાર સરખી ઉંમરના હીરો સાથે નજરે પડી રહ્યાં છે. કરણ જૌહરને બંનેની કેમેસ્ટ્રી ખૂબ ગમી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
