આમિર સાથેના અફેર પર દંગલ ગર્લ ફાતિમાએ તોડ્યુ મૌન

બોલિવુડમાં ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર પોતાના અફેરને લઈને સમાચારોમાં છવાયેલા રહે છે. આ કડીમાં હવે એક નવુ નામ જોડાઈ ગયુ છે - દંગલ ગર્લ ફાતિમા સના શેખનું.

બોલિવુડમાં ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર પોતાના અફેરને લઈને સમાચારોમાં છવાયેલા રહે છે. આ કડીમાં હવે એક નવુ નામ જોડાઈ ગયુ છે - દંગલ ગર્લ ફાતિમા સના શેખનું. નિતેશ તિવારીની ફિલ્મ દંગલમાં ગીતા ફોગાટની ભૂમિકા નિભાવીને બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર ફાતિમા સના શેખ અંગે છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે ફિલ્મમાં સહ કલાકાર આમિર ખાન અને તેની વચ્ચે કંઈક ચાલી રહ્યુ છે. ત્યારબાદ જ્યારે આમિર ખાનની બીજી ફિલ્મ ઠગ્ઝ ઓફ હિંદુસ્તાનમાં પણ ફાતિમા જોવા મળી તો બંનેને લઈને અફવાઓ વધુ ઉગ્ર થઈ ગઈ. હવે ફાતિમા સના શેખે આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યુ છે.

‘હા હું ખરેખર પરેશાન થઈ ગઈ હતી'

‘હા હું ખરેખર પરેશાન થઈ ગઈ હતી'

આ મામલે પોતાનું મૌન તોડતા એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં ફાતિમા સના શેખે જણાવ્યુ, ‘આમિર ખાન સાથએ મારા લિંક-અપના સમાચારો જોઈને વાસ્તવમાં હું પરેશાન થઈ ગઈ હતી. આ ઘણુ વિચિત્ર છે. મારી મા ટીવી જોતી રહે છે અને એક દિવસ તેમણે બતાવતા કહ્યુ કે જો તારો ફોટો આવ્યો છે અને હું એ જોઈ રહી હતી કે એ સમાચાર બતાવનાર ચેનલે શું હેડલાઈન આપી છે. હું પરેશાન થઈ જતી હતી અને મને લાગતુ હતુ કે મારે પોતાને સમજવુ જોઈએ.'

‘સાંભળો, તમે આવુ કેમ વિચારો છો'

‘સાંભળો, તમે આવુ કેમ વિચારો છો'

ફાતિમાએ ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યુ, ‘જો કોઈ તમારા ઉપર કોઈ પ્રકારનો આરોપ લગાવે છે તો સ્વાભાવિક રીતે એક વાત અંદરથી નીકળીને આવે છે અને તે પૂછે છે કે સાંભળો, તમે આવુ કેમ વિચારો છો? જો, તમે એક આક્રમક વ્યક્તિ છો તો તમે હુમલો કરશો. જો તમે એક વિનમ્ર વ્યક્તિ છો તો પણ તમે આ વિશે વાત તો કરશો જ. જો કે હવે હું અફવાઓથી પરેશાન નથી થતી. હવે મે સમજવાની જરૂર નથી કારણકે મને લાગે છે કે આનાથી કોઈ ફરક નથી પડતો કે તમે શું કરો છો, લોકો તમારા વિશે વાત કરશે જ.'

‘લોકોનું કામ છે બોલવુ, તે બોલશે'

‘લોકોનું કામ છે બોલવુ, તે બોલશે'

દંગલ ગર્લે કહ્યુ, ‘લોકોનું કામ છે બોલવુ, તે બોલશે. આનાથી કોઈ પણ વસ્તુ પ્રભાવિત નથી થઈ રહી. જે લોકો આ વસ્તુ લખે છે, આ એ જ લોકો છે જે મારી સાથે સારી રીતે મળશે. મને ખબર છે કે આ તેમનુ કામ છે પરંતુ મને આશા છે કે તે સારી રીતે ઉંઘશે.' તમને જણાવી દઈએ કે દંગલ ફિલ્મમાં ફાતિમા સના શેખે આમિર ખાનની દીકરી ગીતા ફોગાટનો રોલ નિભાવ્યો હતો. ફાતિમા હાલમાં અનુરાગ બસુની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જે ‘લાઈફ ઈન એ મેટ્રો'ની આગલી કડી છે.

અપારશક્તિ ખુરાના સાથે પણ જોડાયુ હતુ નામ

અપારશક્તિ ખુરાના સાથે પણ જોડાયુ હતુ નામ

તમને જણાવી દઈએ કે આમિર ખાન ઉપરાંત ફાતિમા સના શેખનું નામ દંગલમાં તેમના સહ કલાકાર અપારશક્તિ ખુરાના સાથે પણ જોડાયુ હતુ. અપારશક્તિએ ફિલ્મ દંગલમાં ફાતિમાના કઝિન ભાઈની ભૂમિકા નિભાવી હતી. ફાતિમાએ કહ્યુ કે આ પ્રકારના સમાચારો પર હું શું કહુ. આ વાતોથી હવે મને કોઈ ફરક નથી પડતો. આમિર ખાન અને અપારશક્તિ બંને ખૂબ સારા વ્યક્તિ છે અને તે કોઈ પણ પ્રકારની વાતોથી પોતાનો સંબંધ ખરાબ નથી કરવા ઈચ્છતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X