For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ સુસાઈડ કેસઃ વિસરા રિપોર્ટ આવ્યો સામે, શરીરમાં ઝેર હતુ કે નહિ તેનો ખુલાસો

સુશાંતનો વિસરા રિપોર્ટ સામે આવી ગયો છે. આ રિપોર્ટમાં તેમના મોત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસ પર મુંબઈ પોલિસ જોરશોરથી તપાસ કરી રહી છે. અત્યાર સુધી 28થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવી ચૂક્યા છે. આ દરમિયાન હવે સુશાંતનો વિસરા રિપોર્ટ સામે આવી ગયો છે. આ રિપોર્ટમાં તેમના મોત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ અભિનેતાના શરીરમાં કોઈ પણ પ્રકારનુ શંકાસ્પદ રસાયણ કે ઝેર મળી આવ્યુ નથી. સુશાંતના નિધન બાદ મુંબઈની કૂપર હોસ્પિટલમાં તેમનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ. ત્યારબાદ તેમના ઑર્ગન્સ વિસરા રિપોર્ટ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ મંગળવારે સાંજે આવ્યો છે.

કોઈ પ્રકારના સંઘર્ષના સંકેત નહિ

કોઈ પ્રકારના સંઘર્ષના સંકેત નહિ

સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતનુ કારણ એસ્ફિક્સિયા જણાવવામાં આવ્યુ હતુ. એટલે કે શરીરને પૂરતો ઓક્સિજન ન મળવાના કારણે મોત થયુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટને પાંચ ડૉક્ટર્સની ટીમે તૈયાર કર્યો છે. વળી, હવે વિસરા રિપોર્ટથી પણ આત્મહત્યાની વાત સામે આવી રહી છે. વિસરા રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે મોત પહેલા કોઈ પ્રકારના સંઘર્ષના સંકેત મળ્યા નથી. અભિનેતાના નખમાંથી પણ કંઈ મળ્યુ નથી. આ પહેલા પ્રોવિઝન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એ જ કહેવામાં આવ્યુ હતુ કે સુશાંત સિંહનુ મોત ગળે ફાંસો ખાવાથી દમ ઘૂંટવાના કારણે થયુ હતુ.

સોશિયલ મીડિયા પર ફેન્સની સીબીઆઈ તપાસની માંગ, પોલિસનુ નિવેદન

સોશિયલ મીડિયા પર ફેન્સની સીબીઆઈ તપાસની માંગ, પોલિસનુ નિવેદન

સોશિયલ મીડિયા પર સુશાંત સિંહના ફેન્સ સતત સીબીઆઈ તપાસની નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યાછે. લોકોનુ કહેવુ છે કે આ કેસ એટલો સરળ નથી જેટલો એ દેખાઈ રહ્યો છે. સુશાંત વિશે અલગ અલગ મુદ્દાઓ પર લોકો મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે. વળી, મુંબઈ ડીસીપી અભિષેક ત્રિમુખે નિવેદન જારી કરીને કહ્યુ કે બાંદ્રા પોલિસે સુશાંત સિંહ કેસાં 28 લોકોની પૂછપરછ કરી લીધી છે. અમને પોસ્ટમોર્ટમનો વિસ્તૃત રિપોર્ટ મળ્યો છે અને ડૉક્ટર્સે એ સ્પષ્ટ રીતે જણાવ્યુ છે કે મોત ફાંસી લાગવાના કારણે શ્વાસ અટકવાનુ છે. અમે દરેક એંગલથી આત્મહત્યાની તપાસ કરી રહ્યા છે.

28 લોકોની પૂછપરછ

28 લોકોની પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂતના મોત માટે ઘણી જાણીતી હસ્તીઓની પૂછપરછ કરી છે. યશરાજ ફિલ્મ્સની કાસ્ટિંગ નિર્દેશક શાનૂ શર્મા, યશરાજ સાથે કામ કરતા આશીષ સિંહ, સુશાંતની દોસ્ત રિયા ચક્રવર્તી, દિલ બેચારાના નિર્દેશક મુકેશ છાબડા, દોસ્ત સિદ્ધાર્થ પિતાની, પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે, સુશાંતના ડૉક્ટર, સુશાંતના પિતા જેવા અમુક લોકોના નિવેદન નોંધી ચૂકી છે.

<strong>પોલિસે આતંકવાદી હુમલા દરમિયાન 3 વર્ષના બાળકને ગોળીથી બચાવ્યુ</strong>પોલિસે આતંકવાદી હુમલા દરમિયાન 3 વર્ષના બાળકને ગોળીથી બચાવ્યુ

English summary
Days after Sushant singh post-mortem report, viscera report found negative for suspicious chemicals and poison.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X