જોધા અકબરની 'સલીમા બેગમ'ના મોતનું કારણ આવ્યું સામે

પ્રખ્યાત સિરિયલ 'જોધા અકબર' ફેમ અભિનેત્રી મનીષા યાદવનું શુક્રવારના રોજ નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રેઇન હેમરેજને કારણે તેનું મોત થયું હતું.

પ્રખ્યાત સિરિયલ 'જોધા અકબર' ફેમ અભિનેત્રી મનીષા યાદવનું શુક્રવારના રોજ નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રેઇન હેમરેજને કારણે તેનું મોત થયું હતું. બાલાજી ટેલિફિલ્મ્સની ઐતિહાસિક સિરિયલ 'જોધા અકબર'માં મનીષાએ અકબરની પત્ની સલીમા બેગમની ભૂમિકા ભજવી હતી. તેમના અચાનક નિધન પર સેલેબ્સ શોક વ્યક્ત કરી રહ્યા છે.

manisha yadav

એકતા કપૂરની સિરિયલમાં જોધા બાઈનું મુખ્ય પાત્ર ભજવનારી અભિનેત્રી પરિધિ શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેમણે લખ્યું કે, 'આ સમાચાર વ્યથિત કરનારા છે. રેસ્ટ ઇન પીસ. પરિધિએ જણાવ્યું કે, તેને મનીષાના દુ:ખદ મોતના સમાચાર એક વોટ્સએપ ગ્રુપમાંથી મળ્યા હતા.

પરિધિએ જણાવ્યું કે, જ્યારે અમારો શો સમાપ્ત થયો, ત્યારે હું તેમની સાથે વધારે સંપર્કમાં ન હતી, પરંતુ અમારી પાસે બેગમ નામનું એક વોટ્સએપ ગ્રુપ છે, જેમાં શોમાં અકબરની બેગમની ભૂમિકા ભજવનારી તમામ અભિનેત્રીઓ છે. આ દ્વારા અમે એકબીજા સાથે જોડાયેલા છીએ અને અહીંથી આપણે દરેક વિશે જાણીએ છીએ. મને શનિવારે આ ગ્રુપ પર મનિષાના મોતના સમાચારની જાણ થઈ હતી.

તે હંમેશા જીવંત અને પોઝિવિટીથી ભરેલી રહેતી

પરિધિએ મનિષાના મોત અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તે સૌથી દુઃખદ વાત છે કે, મનીષાનું એક નાનું બાળક છે, જેની તસવીરો તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી. અમે શોમાં સાથે કામ કરીને સારો સમય પસાર કર્યો હતો. મને યાદ છે કે, તે હંમેશા જીવંત અને પોઝિવિટીથી ભરેલી રહેતી. તેના મૃત્યુના સમાચાર સાંભળીને મને અત્યંત દુઃખ થયું છે. મને સૌથી વધુ પરેશાન કરનારી બાબત એ છે કે, તેણીનું એક વર્ષનું બાળક છે. હું તેમના પરિવાર માટે સંવેદના ધરાઉ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X