લૉલીપૉપ સિન્સ 1947માં દીપક ડોબરિયાલ બનશે કેજરીવાલ!

મુંબઈ, 22 માર્ચ : અભિનેતા દીપક ડોબરિયાલ હવે રૂપેરી પડદે અરવિંદ કેજરીવાલનું પાત્ર ભજવવાનાં છે. દીપકને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ભૂમિકા આપવામાં આવી છે. ફિલ્મનું નામ લૉલીપૉપ સિન્સ 1947 છે કે જે રાજકીય ડ્રામા પર આધારિત ફિલ્મ છે. દીપક આ ફિલ્મમાં એક આમ આદમી (કૉમન મૅન) બનશે કે જે પછી રાજકીય શક્તિ બને છે.

deepakkerjiwal
ઓમકારા, ગુલાલ અને દબંગ 2 જેવી ફિલ્મોમાં કામ કરનાર દીપકે જણાવ્યું - લૉલીપૉપ સિન્સ 1947 ફિલ્મમાં હું એક સેલ્સમૅનની ભૂમિકા ભજવી રહ્યો છું કે જે સાંસદ બને છે. આ રોલ અરવિંદ કેજરીવાલની રાજકીય સફર સાથે મળતું આવે છે. ગત વર્ષે આંખ સાથેના મોટા અકસ્માતનો ભોગ બનનાર દીપક કહે છે કે આ રોલ બહોળી તૈયારી માંગી લે છે, કારણ કે ફિલ્મના દિગ્દર્શક રાજકીય પરિવારના સભ્ય છે.

દીપકે જણાવ્યું - આ ફિલ્મનું દિગ્દર્શન ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવી લાલના પૌત્ર અનિરુદ્ધ ચૌટાલા કરી રહ્યાં છે. આ ફિલ્મ દર્શકોમાં સ્પષ્ટ સંદેશ આપનારી હશે અને અરવિંદ કેજરીવાલની ખૂબ જ નજીક હશે. દીપક ડોબરિયાલ સૂરજ બરજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો (જેનું અગાઉ નામ બડે ભૈયા હતું)માં પણ સારગર્ભિત રોલમાં દેખાશે. દીપકે જણાવ્યું - સલમાન ભાઈ (સલમાન ખાન)ની કમ્પની મારા માટે લકી છે. દબંગ 2 ફિલ્મમાં સલમાન ખાન સાથે મારા થોડાક જ દૃશ્યો હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X