રાખી સાવંતે NRI સાથે લગ્ન કરતા ભડક્યા દીપક કલાલ, ‘જો તે 4 દિવસની અંદર...'

રાખીએ એનઆરઆઈ સાથે લગ્નના આ નવા સમાચારથી દીપક અકળાઈ ગયા અને એક વીડિયો શેર કરી દીધો.

હાલમાં જ સમાચાર આવ્યા છે કે અભિનેત્રી રાખી સાવંતે એક એનઆરઆઈ સાથે લગ્ન કરી લીધા છે. જો કે ઘણી વાર અલગ અલગ વ્યક્તિ સાથે તેના લગ્નના સમાચારો આવતા રહે છે. પરંતુ થોડા સમય પહેલા તેણે પોતે કહ્યુ હતુ કે તેણે દીપક કલાલ સાથે લગ્ન કરી લીધા છે. એવામાં હવે એનઆરઆઈ સાથે લગ્નના આ નવા સમાચારથી દીપક અકળાઈ ગયા અને એક વીડિયો શેર કરી દીધો. દીપકના આ ખૂબ જ એગ્રેસીવ વીડિયો પર ભલા રાખી કેવી રીતે ચૂપ રહેવાની હતી. તેણે દીપકને પાતાળમાંથી પણ શોધી નાખીને ત્રિશૂલથી મારવાની ધમકી આપી દીધી.

‘મારા પૈસા પાછા ના આપ્યા તો લાઈફ ખરાબ કરી દઈશ'

‘મારા પૈસા પાછા ના આપ્યા તો લાઈફ ખરાબ કરી દઈશ'

દીપક કલાલના વીડિયોને જાતે શેર કરીને રાખીએ તેની મજાક ઉડાવી છે. વીડિયોમાં દીપક કહે છે કે - ‘રાખી સાવંત આ મંગળસૂત્ર જોઈ રહી છે ને. આ એ જ મંગળસૂત્ર છે, જે આખા મીડિયા સામે તે મારા ગળામાં ફસાયુ હતુ અને તે અત્યારે જે ચૂપચાપ લગ્ન કર્યા છે ને, પહેલા શું બોલી હતી મીડિયાને કે દીપક કલાલ સાથે જ લગ્ન કરીશ. પૂરા 4 કરોડ રૂપિયા આપ્યા હતા મે તને પૂરા ચાર કરોડ. એ પણ ગણી ગણીને, બોરી ભરી ભરીને. પરંતુ શું કર્યુ તે, ખઈ ગઈ, ગળી ગઈ. દીપક કલાકના પૈસા ખઈ ગઈ. રાખી જો તે ચાર દિવસની અંદર મારા પૈસા ના આપ્યા તો લાઈફ ખરાબ કરી દઈશ.'

‘પાતાળમાંથી પણ શોધી નાખીશ તને દીપક કલાલ'

દીપકના આ વીડિયોના જવાબમાં રાખીએ જે વીડિયો શેર કર્યો તેમાં એ કહી રહી છે કે - ‘જેરીતે સાવિત્રી પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી છીનવી લાવી હતી. એ જ રીતે આજે તે મારા પતિ સામે બોલ્યુ છે. હું કોણ છુ, એક પતિવ્રતા. તુ કોઈ પણ પાતાળમાં છૂપાઈ જા, તને હું શોધી નાખીશ. તે હજુ સુધી મારુ સારુ રૂપ જોયુ છે. હવે તુ મારુ કાલીનું રૂપ જોઈશ. હું તને પાતાળમાંથી પણ શોધી નાખીશ અને પટકી પટકીને પોતાની રાધે માના ત્રિશૂલથી મારીશ.'

લગ્ન કરીને અમેરિકા જતા રહ્યા રાખીના પતિ

રાખીએ હાલમાં જ જણાવ્યુ કે તેના પતિનું નામ રિતેશ છે અને તે લગ્ન બાદ અમેરિકા પણ ચાલ્યા ગયા છે. રાખીએ જણાવ્યુ કે મારા વિઝા આવતા જ હું પણ તેમની પાસે જતી રહીશ. સાથે તેણે એ પણ કહ્યુ કે હું ત્યારબાદ પણ ભારતમાં કામ કરવાનુ ચાલુ રાખીશ. હું હંમેશાથી ટીવી શો પ્રોડ્યુસ કરવા ઈચ્છતી હતી અને મને લાગે છે કે મારુ સપનુ હવે પૂરુ થવા જઈ રહ્યુ છે. હું આટલા સારા પતિ માટે જીસસનો આભાર માનુ છુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X