For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા પાદુકોણેને 6 કરોડ મળતાં દંગ છે કરીના કપૂર ?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 ડિસેમ્બર : ભલે ફિલ્મોમાં કરીનાનો દબદબો ચાલતો હોય, પરંતુ જાહેરાત જગતમાં દીપિકા પાદુકોણે કરીના કરતાં આગળ છે. દીપિકા પાદુકોણ હાલ ગાર્નિયર બ્યુટી પ્રોડક્ટની એડ કરી રહ્યાં છે કે જેના માટે કમ્પનીએ તેમને 6 કરોડ રુપિયા આપ્યાં છે. આ સાથે દીપિકા પાદુકોણે જાહેરાત જગતમાં સૌથી વધુ પૈસા લેનાર બૉલીવુડ અભિનેત્રી ગયાં છે અને કરીના પાછળ રહી ગયાં છે.

Deepika Padukone

હવે આને માત્ર સંયોગ કહેવાય કે કઈંક બીજું કે દીપિકાને છેલ્લા કેટલાંક દિવસથી એવી વસ્તુઓ મળી રહી છે કે જે અગાઉ કરીના કપૂરને મળનાર હતી, પરંતુ પછી દીપિકાને મળી ગઈ. જેમ કે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા. કરીનાએ કોઈ કારણસર આ ફિલ્મ છોડી અને તે દીપિકાના ખોળામાં પહોંચી ગઈ. કઈંક આવુ જ થયું ગાર્નિયરની જાહેરાત બાબતે કે જે અગાઉ કરીનાને મળનાર હતી, પરંતુ 6 કરોડ રુપિયાની રકમ સાથે પહોંચી ગઈ દીપિકા પાસે. એટલું જ નહીં દીપિકા પાદુકોણે આજકાલ કરીનાના મિયા સૈફ અલી ખાન સાથે રેસ 2 ફિલ્મ અંગે પણ વ્યસ્ત છે. જોકે સૈફ તો અગાઉથી જ કરીનાને મળી ચુક્યાં છે. તેથી આ બાબતમાં કરીનાએ ગભરાવવાની જરૂર નથી.

આમ સરવાળે જોઇએ તો જાણે-અજાણે દીપિકા કરીનાને જ ટક્કર આપી રહ્યાં છે. આ અગાઉ કરીનાએ એક ટીવી ચૅનલને જણાવ્યુ હતું - હું પોતાની સરખામણી દીપિકાના સ્થાને પ્રિયંકા સાથે કરાવીશ, કારણ કે મારી નજરે પ્રિયંકા દીપિકા કરતાં સારા અભિનેત્રી છે.

ખેર દીપિકાની સફળતા અંગે શું કહેશે કરીના કપૂર ખાન? આખરે કોઈ તો વાત હશે કે દીપિકા પાદુકોણેમાં. એમ જ તો કોઈ છ કરોડ રુપિયા આપી દેતુ નથી. જોકે આ સમાચારથી કરીના ક્યાંકને ક્યાંક હેરાન જરૂર હશે, કારણ કે જેમને તેઓ પાતના કરતાં સારા નહોતા ગણતાં, તે જ તેમને ટક્કર આપી રહ્યાં છે.

English summary
Deepika Padukon is the highest Paid Actress of bollywood in add industry. Kareena Shocked.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X