Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PICS : પીકૂના સેટ પર Sexy દીપિકા બની Sporty

picsdeepikapadukonegetssportyonthesetsofpiku-3
મુંબઈ, 11 નવેમ્બર : કોલકાતા ખાતે શૂજિત સરકારની ફિલ્મ પીકૂ માટેનું શૂટિંગ કરી રહેલા દીપિકા પાદુકોણે સાચે જ ભરપૂર આનંદ માણી રહ્યા છે. દીપિકા પીકૂના સેટ પર બૅડમિંટન રમતા દેખાય છે અને તે પણ જાણે એક ખેલાડીની જેમ.

picsdeepikapadukonegetssportyonthesetsofpiku-1
સૌ જાણે જ છે કે દીપિકા પાદુકોણે એક રાષ્ટ્રીય કક્ષાના બૅડમિંટન ચૅમ્પિયનના દીકરી છે. એટલુ જ નહીં, દીપિકાએ ઘણી વખત કહ્યું છે કે તેઓની પહેલી પસંદગી એક્ટિંગ નહીં, પણ બૅડમિંટન કોર્ટની અંદર સ્પર્ધકો પર વિજય પામવાની હતી એટલે કે તેઓ પણ ખેલાડી બનવા માંગતા હતાં.

picsdeepikapadukonegetssportyonthesetsofpiku-2
દીપિકા પાદુકોણે હાલમાં પીકૂ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે કે જેમાં તેમના હીરો ઇરફાન ખાન છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણે અમિતાભ બચ્ચનના દીકરીના રોલમાં છે. પીકૂ વિકી ડૉનરના સ્ક્રિપ્ટ રાઇટર્સ શૂજિત, રોની લહિરી અને જુહી ચતુર્વેદીને સાથે લાવનારી ફિલ્મ બની રહી છે. એમએસએમ મોશન પિક્ચર્સ નિર્મિત અને સરસ્વતી એંટરટેનમેંટ ક્રીએસન્સ તથા રાઇઝિંગ સન ફિલ્મ્સ સહ-પ્રસ્તુ પીકૂ ફિલ્મ આગામી 30મી એપ્રિલ, 2015ના રોજ રિલીઝ થવાની છે.

picsdeepikapadukonegetssportyonthesetsofpiku-4
ગત વર્ષે ચાર-ચાર સુપર હિટ ફિલ્મ આપનાર દીપિકા પાદુકોણે આ વર્ષે ફાઇંડિંગ ફૅની અને હૅપ્પી ન્યુ ઈયર જેવી શાનદાર સફળ ફિલ્મોનો ભાગ રહી ચુક્યા છે, તો તમાશા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

picsdeepikapadukonegetssportyonthesetsofpiku-5
પીકૂ ફિલ્મ અંગે અમિતાભ બચ્ચન પણ ખૂબ જ એક્સાઇટેડ છે. કોલકાતામાં શૂટિંગ કરતા તેમને અનેક જૂની યાદો તાજી થઈ રહી છે. બિગ બીએ ટ્વિટર પર થોડાક દિવસ અગાઉ લખ્યું, ‘આ શહેરમાં આવ્યા બાદ તેની ઘણી બધી યાદો ઉભરી રહી છે, પરંતુ આવનાર દિવસોમાં ઘણુ બધુ થનાર છે. કોલકાતા એક ખાસ પ્રકારનું શહેર છે કે જે જ્ઞાન અને ઝનૂન સાથે આપને ઉત્સાહિત કરે છે.'

picsdeepikapadukonegetssportyonthesetsofpiku-6
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X