For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ-દીપિકા નહિં, શાહરુખ-કાજોલ દેખાશે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 જૂન : આજકાલ બૉલીવુડના સેક્સી અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાની આવનાર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ અંગે ચર્ચામાં છે. ફિલ્મ 8મી ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રોમોએ લોકોની અંદર ફિલ્મ પ્રત્યે જિજ્ઞાસા તેમજ ઉત્સુકતા પેદા કરી છી. ફિલ્મનું એક દૃશ્ય એકદમ શાહરુખની ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ જેવો છે કે જેમાં શાહરુખ ખાન કાજોલનો હાથ પકડી ખેંચે છે.

ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં ડીડીએલજેનું એ દૃશ્ય ફિલ્માવાયું છે અને તે અંગે દીપિકા પાદુકોણે ખૂબ જ ખુશ છે. દીપિકાએ જણાવ્યું - શાહરુખ સાથે આ સીન કરી મેં પોતાનું તે સપનું પૂર્ણ કરી લીધું કે જીવી લીધું કે જે મેં ફિલ્મ ડીડીએલજે જોયા બાદ જોયુ હતું. મને પર તે વખતે ફિલ્મના રાજ સાથે પ્રેમ થઈ ગયો હતો. મને પણ લાગતું હતું કેકાશ હું પણ ક્યારેક શાહરુખનો હાથ પકડી ટ્રેનમાં ચઢું. દીપિકાએ આ તમામ વાતો વૉગ સનગ્લાસના લૉન્ચિંગ પ્રસંગે જણાવી. દીપિકાએ જણાવ્યું - મારૂં ચાલે, તો હું એક સનગ્લાસ કિંગ ખાનને પણ ગિફ્ટ તરીકે આપું.

આવો આપને બતાવીએ ચેન્નઈ એક્સપ્રેસ તેમજ દીપિકા પાદુકોણે સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

દક્ષિણ ભારતીય યુવતીનો રોલ

દક્ષિણ ભારતીય યુવતીનો રોલ

રોહિત શેટ્ટી દિગ્દર્શિત હાસ્ય-એક્શનથી ભરપૂર ચેન્નઈ એક્સપ્રેસ 8મી ઑગસ્ટે રિલીઝ થશે. તેમાં દીપિકા દક્ષિણ ભારતીય યુવતીના રોલમાં છે.

કો-સ્ટાર શાહરુખ

કો-સ્ટાર શાહરુખ

ચેન્નઈ એક્સપ્રેસમાં દીપિકાના કો-સ્ટાર શાહરુખ ખાન છે કે જેમની સાથે દીપિકાએ ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

પ્રણય-કથા

પ્રણય-કથા

ચેન્નઈ એક્સપ્રેસ એક એવા યુવાનની વાર્તા છે કે જેને ડૉનના બહેન સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મ એક્શન-કમ-કૉમેડી છે.

પ્રમોશન આવતા માસે

પ્રમોશન આવતા માસે

નિર્માતા શાહરુખ ખાન છે અને પ્રમોશન આવતા મહીને શરૂ થશે.

ટ્રેલરે મચાવી ધૂમ

ટ્રેલરે મચાવી ધૂમ

હાલ તો ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી છે અને ચાર જ દિવસમાં 20 લાખથી વધુ હિટ્સ મળી છે.

English summary
Deepika Padukone is happy that she got to relive the classic 'Dilwale Dulhania Le Jayenge' (DDLJ) moment of chasing a train with superstar Shah Rukh Khan in her forthcoming release 'Chennai Express'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X