ઋષિ કપૂરને મળવા પહોંચી દીપિકા પાદુકોણ, નીતુ સિંહે આપી આ ખાસ ભેટ
હાલમાં જ દીપિકા પાદુકોણ ઋષિ કપૂરને મળવા માટે ન્યૂયોર્ક પહોંચી જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના સંબંધો વિશે તો બધા જાણે છે. ઘણા સમય પહેલા બંને અલગ થઈ ગયા હતા પરંતુ આજે પણ બંને એકબીજાના સારા દોસ્ત છે. હાલમાં જ દીપિકા પાદુકોણ ઋષિ કપૂરને મળવા માટે ન્યૂયોર્ક પહોંચી જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ વખતે ત્યાં નીતુ કપૂર પણ હાજર હતી. એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં નીતુ કપૂર અને ઋષિ કપૂર સાથે દીપિકા પાદુકોણ જોવા મળી રહી છે.

ફોટો થયો વાયરલ
આ ફોટો સામે આવતા જ તે ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ અને શાનદાર અભિનેત્રી આલિયા ભટ્ટે આ ફોટો પર કમેન્ટ કરી છે.

ભેટ આપ્યુ બ્રેસલેટ
આ ઉપરાંત એ પણ સમાચાર છે કે નીતુ કપૂરે દીપિકા પાદુકોણને એક બ્રેસલેટ પણ ભેટમાં આપ્યુ છે કે જે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ ફોટો વાયરલ થઈ ગયો હતો અને નીતુ કપૂરે દીપિકાનો આ ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. જો કે આ ફોટોઝની વાત કરવામાં આવે તો દીપિકા સાથે ઋષિ અને નીતુ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. બધા ફોટોમાં ત્રણેના ચહેરા પર દેખાઈ રહેલું સ્મિત જોવા જેવુ છે.
નીતુએ લખ્યુ ‘પ્રેમાળ છોકરી'
નીતુએ જે સ્ટેટસ નાખ્યુ જે તેનાથી પણ સ્પષ્ટ છે કે તેમને દીપિકાને મળીને કેટલુ સારુ લાગ્યુ. તેમણે દીપિકાને એક ‘પ્રેમાળ છોકરી' બોલાવીને તેને મળવાના સમયને ‘મઝાનો' ગણાવ્યો.












Click it and Unblock the Notifications
