For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખના પગલે દીપિકાએ ગુમાવી હૉલીવુડ ફિલ્મ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 સપ્ટેમ્બર : ચોંકી ગયાને! આમ કેમ બની શકે? શાહરુખને પોતાના શુભચિંતક ગણનાર દીપિકા પાદુકોણેએ આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ આપી છે, તો પછી આમ કેમ થયું ગયું કે શાહરુખના પગલે તેમને હૉલીવુડ ફિલ્મ છોડવી પડી. તો સાંભળી લો, હકીકતમાં બાબત એ છે કે મૅડમ દીપિકાને હૉલીવુડની મોસ્ટ પ્રૉમિનંટ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પાર્ટ 7માં કામ કરવાની તક મળી હતી.

deepika-padukone

પરંતુ હવે તારીખના પ્રશ્નના પગલે દીપિકા પાદુકોણે આ ફિલ્મને સાઇન નથી કરી રહ્યાં. ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પાર્ટ 7 માટે માટે જે ડેટ્સ નિર્માતાઓ દીપિકાને આપવા માંગે છે, તે દીપિકાએ ફરાહ ખાનને આપી રાખી છે ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર માટે કે જેમાં તેમના કો-સ્ટાર શાહરુખ ખાન જ છે. તે પછીની તારીખો રામલીલા ફિલ્મના પ્રમોશન માટે દીપિકાએ ભાનુશાળીને આપી રાખી છે. તેથી દીપિકા પાદુકોણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7 નહીં કરી શકે કે જેનો તેમને અફસોસ છે.

જોકે દીપિકા પાદુકોણે નિરાશ નથી, કારણ કે તેમને ખુશી છે કે તેમને કંગના રાણાવત તથા ચિત્રાંગદા સિંહના સ્થાને સાઇન કરાયા હતાં. ચિત્રાંગદા સિંહ અને કંગના ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ આપી ચુક્યા હતાં. ખેર આપને જણાવી દઇએ કે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7માં હૉલીવુડ સ્ટાર જેસન સ્ટેટહમ તથા ડાયને જૉનસન હશે. ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષે થશે, કારણ કે ફિલ્મ આવતા વર્ષે 6ઠી જુલાઇએ રિલીઝ થવાની છે.

English summary
Deepika Padukone not part of 'Fast and Furious 7' due to date issues or Shahrukh Khan. She is very upset about this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X