મુંબઈ એરપોર્ટ પર પહોંચેલી દીપિકાને ઓળખ માટે ચહેરા પરથી હટાવવુ પડ્યુ માસ્ક, વીડિયો વાયરલ
દીપિકા પાદુકોણ શનિવારે સવારે મુંબઈ એરપોર્ટથી પોતાના હોમટાઉન માટે રવાના થઈ ત્યારે શું થયુ જાણો.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ શનિવારે સવારે મુંબઈ એરપોર્ટથી પોતાના હોમટાઉન માટે રવાના થઈ. દીપિકા જ્યારે મુંબઈ એરપોર્ટના પ્રાઈવેટ ટર્મિનલ પર પહોંચી ત્યારે ત્યાં અટકીને તેણે પાપારાઝીને ફોટા પણ આપ્યા. આ દરમિયાન ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ કરીને પહેલા સુરક્ષા અધિકારીઓએ તેને માસ્ક હટાવવા કહ્યુ તો તેણે માસ્ક હટાવીને ચહેરો બતાવ્યો ત્યારબાદ તેની એન્ટ્રી થઈ.
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
એન્ટ્રી પહેલા દીપિકા પાદુકોણને તેની ઓળખ માટે પુષ્ટિ કરવા માટે સીઆઈએસએફના અધિકારીએ પોતાનુ માસ્ક નીચે કરવા માટે કહ્યુ. આના પર દીપિકાએ પોતાનુ માસ્ક હટાવીને ચહેરો બતાવ્યો અને એન્ટ્રી લીધી. દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાયાણીએ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો દીપિકાના વ્યવહાર માટે તેની પ્રશંસા કરી રહ્યા છે.
કેઝ્યુઅલ લુકમાં દેખાઈ દીપિકા
એરપોર્ટ પર દીપિકા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી. તેણે ન્યૂડ શેડ લૉન્ગ જેકેટ સાથે ઑફ-વ્હાઈટ પેન્ટ-શર્ટ પહેર્યુ હતુ. આના પર તેણે વ્હાઈટ સ્નીકર્સ પહેર્યુ હતુ. એરપોર્ટ પર માસ્ક કાઢવાનો આવો જ મામલો ગયા અઠવાડિયે કિયારા અડવાણી સાથે થયો હતો. કિયારા અડવાણીએ એરપોર્ટ પર માસ્ક પહેરીને પહોંચીતો ચેકિંગ દરમિયાન સીઆઈએસએફ ઑફિસરે તેને માસ્ક હટાવવા માટે કહ્યુ જેથી તેની ઓળખ કન્ફર્મ થઈ શકે. ત્યારબાદ તેણે ચહેરા પરથી માસ્ક હટાવીને પોતાની ઓળખ કન્ફર્ન કરાવી.
ઘણી મોટી ફિલ્મો છે દીપિકા પાસે
દીપિકા પાદુકોણને છેલ્લી વાર મોટા પડદે 2020ની શરૂઆતમાં ફિલ્મ છપાકમાં જોવામાં આવી હતી. જો કે હાલમાં તેની ઘણી મોટી ફિલ્મો પાઈપલાઈનમાં છે. શાહરુખ ખાન સાથે ફિલ્મ પઠાનમાં તે કામ કરી રહી છે. પતિ રણબીર સાથે તેની ફિલ્મ 83 આવવાની છે કે જે કપિલ દેવની બાયોપિક છે. આમાં તે કપિલ દેવની પત્નીની ભૂમિકા નિભાવતી જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છે. ઋતિક રોશન સાથે ફાઈટર નામની ફિલ્મ દીપિકા કરી રહી છે.