રણવીર સિંહથી અલગ થવા વિશે દીપિકા પાદુકોણે તોડ્યુ મૌન, સામે આવી સચ્ચાઈ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચે મનદુઃખ ચાલી રહ્યુ છે અને એટલા માટે બંને અલગ થઈ જવાના છે તેવી ચર્ચાએ હાલમાં જોર પકડ્યુ છે. હવે આ સમગ્ર મામલે દીપિકા પાદુકોએ મૌન તોડ્યુ છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચે મનદુઃખ ચાલી રહ્યુ છે અને એટલા માટે બંને અલગ થઈ જવાના છે તેવી ચર્ચાએ હાલમાં જોર પકડ્યુ છે. હવે આ સમગ્ર મામલે દીપિકા પાદુકોએ મૌન તોડ્યુ છે અને લોકોને પોતાના સંબંધની સચ્ચાઈ જણાવી છે. તમને જણાવી દઈએ કે બંને સેલિબ્રિટી કપલના અલગ થવાની અફવાઓ ઈન્ટરનેટ પર છવાયેલી છે. પહેલા રણવીર સિંહે ડિવૉર્સની અટકળોને ફગાવી હતી જ્યારે હવે દીપિકાએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ranveer singh

દીપિકાએ બધાની બોલતી કરી બંધ

દીપિકા પાદુકોણ તાજેતરમાં ડચેસ ઑફ સક્સેસ, મેઘન માર્કલના પોડકાસ્ટ પર દેખાઈ હતી જ્યાં તેણે ઇન્ટરનેટ પરના છૂટાછેડાના તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે મેઘનને કહ્યુ કે તેના પતિ રણવીર સિંહ હવે એક અઠવાડિયા પછી તેને જોઈને ખૂબ ખુશ થશે કારણ કે તે એક મ્યુઝિક ફંક્શનમાં ગયો હતો. અમે એક અઠવાડિયા પછી એકબીજાને જોઈશુ.

દીપિકાએ રણવીર સાથેના સંબંધની સચ્ચાઈ જણાવી

દીપિકા પાદુકોણે આગળ કહ્યુ કે મારા પતિ એક અઠવાડિયા માટે મ્યૂઝિક ફંક્શનમાં ગયા હતા અને તેઓ હમણાં જ પાછા ફર્યા છે તેથી, તે મારો ચહેરો જોઈને ખૂબ જ ખુશ થશે. અમે એકબીજાને ખૂબ જ મિસ કરતા હતા. તમને જણાવી દઈએ કે લગભગ એક અઠવાડિયા પહેલા રણવીર સિંહે સોશિયલ મીડિયા પર તેના હૉટ પિંક લુક અવતારના ઘણા ફોટા શેર કર્યા હતા. રણવીર સિંહના આ પિંક લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી હતી.

પિંક લુકમાં જોવા મળ્યા હતા રણવીર

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ તસવીરોમાં રણવીર સિંહે હૉટ પિંક લુક બનાવ્યો હતો. પેન્ટથી લઈને શર્ટ, શૂઝ અને શેડ્સ સુધી રણવીર સિંહે પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો. તે માથાથી પગ સુધી ગુલાબી રંગે રંગાયેલો હતો. રણવીર સિંહની આ તસવીરો પર લોકોએ જોરદાર કોમેન્ટ કરી. આ તસવીરો પર પ્રતિક્રિયા આપતા તેની પત્ની દીપિકા પાદુકોણે પણ એક કોમેન્ટ કરી હતી. જેના પછી બધા તેમના સંબંધોને લઈને ચોંકી ગયા હતા.

સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી અલગ થવાની વાત

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચેના સંબંધોમાં તિરાડના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે ઉમૈર સંધુએ 'બ્રેકિંગ' ન્યૂઝ જણાવતા લખ્યુ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચે કંઈ સારુ નથી ચાલી રહ્યુ. બસ, પછી શું, આ ટ્વીટ વાયરલ થયા બાદ ફેન્સ પરેશાન થઈ ગયા. સોશિયલ મીડિયા પર એવુ કહેવામાં આવી રહ્યુ હતુ કે બંને વચ્ચે બધુ બરાબર નથી.

રણવીર-દીપિકાની આવનારી ફિલ્મો

મળતી માહિતી મુજબ બૉલિવુડ એક્ટર રણવીર સિંહ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની મુખ્ય હિરોઈન આલિયા ભટ્ટ છે. આ સિવાય રણવીર સિંહ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે જોવા મળશે. બીજી તરફ દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે. આ સિવાય દીપિકા પાદુકોણ ફિલ્મ 'પ્રોજેક્ટ કે'માં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને બૉલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે અને રિતિક રોશન સાથે ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X