For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સક્સેસ ને સો કરોડના બિઝનેસમાં અંતર હોય છે : દીપિકા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 જૂન : ફરી એક વાર કામણગારી કાયા ધરાવતાં દીપિકા પાદુકોણેએ કહ્યું છે કે તેઓ સો કરોડ ક્લબમાં ભરોસો નથી ધરાવતાં. તેમણે જણાવ્યું કે સફળતાનો મતલબ સો કરોડ ક્લબ નથી.

shahrukh-deepika-chennaiexpress

દીપિકાએ જણાવ્યું - હા, આપની ફિલ્મ જો સો કરોડનો બિઝનેસ કરે, તો તેમાં કોઈ શંકા નથી કે આપને બહુ ખશી થશે, છતાં પણ હું માનું છું કે સક્સેસને બિઝનેસ સાથે જોડવું જોઇએ નહિં. સક્સેસ અને સો કરોડના બિઝનેસ વચ્ચે અંતર હોય છે.

નોંધનીય છે કે દીપિકા પાદુકોણે વર્ષના આરંભે રેસ 2માં દેખાયા હતાં કે જેમાં તેમનો મહત્વનો રોલ હતો. રેસ 2 સક્સેસ પણ રહી હતી અને તેણે સો કરોડનો બિઝનેસ પણ કર્યો હતો. પછી તેમની બીજી ફિલ્મ યે જવાની હૈ દીવાની તાજેતરમાં જ રિલીઝ થઈ અને તેણે પણ પહેલા જ સપ્તાહમાં સો કરોડનોબિઝનેસ કર્યો. રણબીર કપૂર સાથે બ્રેક-અપ બાદ દીપિકાની આ પ્રથમ ફિલ્મ હતી.

દીપિકા પાદુકોણે આ અંગે ખુશ વ્યક્ત કરતાં કહે છે - હું ખુબ ખુશ છું કે લોકોએ મને અને મારી ફિલ્મોને પસંદ કરી છે, પણ છતાંય હું કહેવા માંગીશ કે સફલતાને સો કરોડ બિઝનેસ સાથે તોલી શકાય નહીં.

દીપિકા પાદુકોણે હવે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં નજરે પડશે કે જેમાં તેઓ શાહરુખ ખાન સાથે બીજી વાર આવી રહ્યાં છે. દીપિકાએ ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા શાહરુખ સાથે જ પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી. તે પછી બંનેએ કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નહિં.

English summary
Race 2 and the latest Yeh Jawaani Hai Deewani-- have entered the elite Rs 100 crore club, but actress Deepika Padukone does not attach much significance to this tag.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X