દીપિકા પાદુકોણનો આ રોયલ અંદાજ જોતાં જ રહી જશો...

Written By:
Subscribe to Oneindia News

થોડા સમય પહેલાં જ દીપિકા પાદુકોણે એક અત્યંત હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ માટે તેની ખાસી આલોચના થઇ હતી અને એવી પણ વાતો વહેતી થઇ હતી કે, 'પદ્માવતી'ના ડાયરોક્ટર સંજય લીલા ભણસાલી દીપિકાના આ ફોટોશૂટ અંગે નારાજ છે. 'પદ્માવતી' જેવી માયથોલિકલ ફિલ્મ પહેલાં આ રીતનું બોલ્ડ ફોટોશૂટ ફિલ્મને નુકસાન પહોંચાડી શકે છે, એવું સંજય લીલા ભણસાલીનું માનવું હતું.

જો કે, દીપિકા પાદુકોણે પોતાના લેટેસ્ટ રોયલ ફોટોશૂટથી સૌનું મોઢું બંધ કરી દીધું છે. સંજય લીલા ભણસાલી પણ દીપિકાની આ તસવીરો જોઇ ખૂબ ખુશ થયા હશે, કારણ કે આ ફોટોશૂટમાં દીપિકા કોઇ રોયલ ક્વીન જેવી લાગી રહી છે.

દીપિકાનો શાહી અંદાજ

દીપિકાનો શાહી અંદાજ

દીપિકાએ તનિષ્ક માટે આ ફોટશૂટ કરાવ્યું છે, જેમાં તે દરેક ડ્રેસ સાથે એક હેવી નેકપીસમાં જોવા મળી રહી છે. દીપિકાની દરેક તસવીરમાં તે અત્યંત રોયલ લાગી રહી છે. તનિષ્કના આ ફોટોશૂટની થીમ હતી, 'જ્વેલ્સ ઓફ રોયલ્ટી' અને દીપિકાની આ તસવીરોમાં થીમ જાણે અક્ષરશઃ સાર્થક થઇ છે.

પ્રિન્સેસ દીપિકા

પ્રિન્સેસ દીપિકા

દરેક તસવીરમાં દીપિકા કોઇ વેસ્ટર્ન ક્વીન કે પ્રિન્સેસ સમાન લાગી રહી છે. આ પહેલાં દીપિકાનું જે હોટ ફોટોશૂટ સામે આવ્યું હતું, તે માટે ઘણાએ સોશિયલ મીડિયા પર દીપિકાની આલોચના પણ કરી હતી. પરંતુ હવે આ ફોટોશૂટ દ્વારા દીપિકાએ સૌના મોઢા બંધ કરી દીધાં છે.

બહેન પણ છે લાજવાબ

બહેન પણ છે લાજવાબ

દીપિકા પાદુકોણ સફળ બોલિવૂડ એક્ટ્રેસ છે અને તેના પિતા પ્રકાશ પાદુકોણ જાણીતા બેડમિન્ટન ખેલાડી છે. પરંતુ ઘણાને ઓછાને ખબર હશે કે, દીપિકાની બહેન અનીશા પાદુકોણ પણ ખૂબ સક્સેસફુલ ગોલ્ફ પ્લેયર છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધત્વ કરે છે અને કમાણીમાં દીપિકાને પણ માત આપે છે.

હોલિવૂડમાં દીપિકા

હોલિવૂડમાં દીપિકા

દીપિકા પણ પોતાની બહેનની માફક જ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવવામાં સફળ રહી છે. થોડા સમય પહેલાં જ દીપિકાની હોલિવૂડ ફિલ્મ 'XXX ધ રિટર્ન' રીલિઝ થઇ હતી. આ ફિલ્મ ભલે ખાસ ચાલી ન હોય, પરંતુ ફિલ્મમાં દીપિકાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હાલમાં જ ખબર આવી હતી કે, 'XXX 4'માં પણ દીપિકા જોવા મળશે.

બાહુબલીની પસંદ

બાહુબલીની પસંદ

દીપિકાની લોકપ્રિયતા ચોતરફ ફેલાયેલી છે. 'બાહુબલી'ની સક્સેસ બાદ જ્યારે ફિલ્મના લીડ એક્ટર પ્રભાસને પૂછવામાં આવ્યું કે, તેમને બોલિવૂડમાં કઇ એક્ટ્રેસ પસંદ છે, તો તેણે અચકાયા વિના તુરંત દીપિકા પાદુકોણનું નામ આપ્યું હતું. જી હા, સાઉથના બાહુબલી પ્રભાસ દીપિકા પાદુકોણ સાથે કામ કરવા આતુર છે.

સૌની ફેવરિટ

સૌની ફેવરિટ

બ્રેકઅપ બાદ પણ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની જોડી બોલિવૂડમાં સૌની ફેવરિટ છે. ત્યાં સુધી કે ઘણા ફેન્સ તો આ જોડીને શાહરૂખ-કાજોલની સુપરહિટ જોડીનું રિપ્લેસમેન્ટ કહી રહ્યાં છે. રણબીર સાથેના બ્રેકઅપ બાદ પણ દીપિકાએ તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. તે શાહરૂખ અને સલમાનના પણ ગુડ લિસ્ટમાં છે. ઇમ્તિયાઝ અલી અને સંજય લીલા ભણસાલી પણ પોતાની ફિલ્મો માટે હંમેશા દીપિકાને ફર્સ્ટ પ્રેફરન્સ આપતાં જોવા મળ્યાં છે. ટૂંકમાં, આ દિવસો બોલિવૂડમાં દીપિકા પાદુકોણના 'ગોલ્ડન ડેઝ' સમાન છે.

English summary
Deepika Padukone's Latest Royal Shoot Is Mind-blowing.
Please Wait while comments are loading...