Pics : મૅચ્યોર થઈ ગયાં છે દીપિકા પાદુકોણે

મુંબઈ, 12 ઑગસ્ટ : દીપિકા પાદુકોણે આજે બૉલીવુડના નંબર વન હીરોઇન બની ઉપસ્યાં છે. દીપિકાએ આ વર્ષે એક પછી એક હિટ ફિલ્મો આપી છે. શરુઆત થઈ સૈફ અલી ખાન સાથે રેસ 2 અને તે પછી યે જવાની હૈ દીવાની તેમજ હવે ચેન્નઈ એક્સપ્રેસ, પરંતુ દીપિકાને જ્યારે પૂછવામાં આવે છે, તો તેઓ માત્ર એક જ જવાબ આપે છે કે તેમની આ સફળતા તેમની ફિલ્મો ઉપર અવલમ્બે છે.

દીપિકા પાદુકોણેનું એમ પણ કહેવું છે કે આ સફળતા માટે તેમણે પોતાના જીવનમાં અનેક બલિદાનો આપ્યાં છે અને ત્યારે તેમને આજે આટલું બધું મળી રહ્યું છે. દીપિકા પાદુકોણે અંગે શાહરુખ ખાન પણ ખુશ છે. શાહરુખને જ્યારે પૂછાયું કે ઓમ શાંતિ ઓમ તથા ચેન્નઈ એક્સપ્રેસના દીપિકા પાદુકોણે વચ્ચે શો ફેર છે? શાહરુખ કહે છે કે દીપિકા પાદુકોણએ હવે મોટા થઈ ગયાં છે અને અગાઉ કરતાં બહેતરીન એક્ટ્રેસ બની ગયાં છે.

શાહરુખ ખાન એમ પણ કહે છે કે દીપિકા પાદુકોણે સાથે કામ કરવાનો છેલ્લા છ વરસથી ઇંતેજાર કરી રહ્યા હતાં, પણ તેમને આ પ્રકારની ફિલ્મ સ્ક્રિપ્ટ ન મળી કે જેમાં દીપિકા સાથે તેમની જોડી જામે. તેથી તેઓ આટલાં વરસ સુધી દીપિકા સાથે કામ ન કરી શક્યાં. દીપિકાનું કહેવું છે કે શાહરુખ આજે પણ તેવાં જ છે કે જેવા છ વર્ષ અગાઉ ઓમ શાંતિ ઓમ દરમિયાન હતાં. શાહરુખ આજે પણ તેમની એટલી જ કૅર કરે છે.

નંબર વન એક્ટ્રેસ

નંબર વન એક્ટ્રેસ

યે જવાની હૈ દીવાનીના ઇવેંટ દરમિયાન દીપિકાએ એક સવાલના જવાબમાં જણાવ્યું કે તેઓ ક્યારેય નંબર વન કે નંબર ટૂના વિવાદમાં નથી પડતાં. જોકે રેસ 2, યે જવાની હૈ દીવાની તથા ચેન્નઈ એક્સપ્રેસ જેવી સતત ત્રણ હિટ આપી દીપિકા નંબર વન એક્ટ્રેસ બની ગયાં છે.

સફળતા સાપેક્ષિક

સફળતા સાપેક્ષિક

દીપિકાએ જણાવ્યું કે સફળતા સાપેક્ષિક હોય છે. સાંભળીને સારૂં લાગે છે કે મારી ફિલ્મો હિટ થઈ રહી છે, પણ તેનાથી વધુ જરૂરી છે કે હું પોતાના કામ અંગે વધુ મહેનત કરૂં. મેં સફળતા માટે અનેક બલિદાનો આપ્યાં છે.

સફળતા જાળવવી મુશ્કેલ

સફળતા જાળવવી મુશ્કેલ

દીપિકાએ જણાવ્યું કે સફળ થવું સરળ છે, પણ તેને જાળવવી મુશ્કેલ છે. તેઓ સફળતાને જાળવવા વધુમાં વધુ મહેનત કરશે.

શાહરુખને હતો ઇંતેજાર

શાહરુખને હતો ઇંતેજાર

શાહરુખ ખાનને ઓમ શાંતિ ઓમ બાદ દીપિકા સાથે કામ કરવાનો ઇંતેજાર હતો, પણ યોગ્ય સ્ક્રિપ્ટ નહોતી મળતી.

શાહરુખ આજે પણ કરે છે કૅર

શાહરુખ આજે પણ કરે છે કૅર

દીપિકાએ જણાવ્યું કે છ વરસ બાદ પણ શાહરુખ ખાન બદલાયાં નથી. તેઓ આજે પણ એટલાં જ કૅરિંગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X