Pics : દીપિકાની સેક્સી બૉડી માટે 10 લાખનો ધૂમાડો!

મુંબઈ, 28 ઑક્ટોબર : બૉલીવુડના હાલમાં સૌથી મોંઘા અને હિટ અભિનેત્રી દીપિકા પાદુકોણેના ફૅન માત્ર યુવાનો જ નથી, પરંતુ યુવતીઓ પણ દીપિકાની બહુ મોટી ફૅન છે. દીપિકાની સ્ટાઇલ, તેમનું ફિગર તથા ટેમની ટોન્ડ બૉડી યંગ યુવતીઓને તેમના પ્રત્યે ઈર્ષ્યા કરવા મજબૂર કરી દે છે. દરેક યુવતી ઝંખે છે કે દીપિકા જેવી જ બૉડી તથા સૌંદર્ય તેમને પણ મળે, પરંતુ તેમનું સૌંદર્ય તથા તેમના સેક્સી ફિગરનું રહસ્ય આજ સુધી રહસ્ય જ રહ્યું છે.

આજે અમે આપને બતાવીએ છીએ કે આખરે દીપિકા પાદુકોણે આટલા બધા સુંદર અને સેક્સી કેમ છે? એ તો આપણે સૌ જાણે જ છીએ કે બૉલીવુડના આ સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણે ખાવાના બહુ શોખીન છે અને પોતાની જાતને ખાતા રોકી નથી શકતાં, પરંતુ આમ છતાં તેમની બૉડી પર ક્યાંય પણ એક ઇંચ એક્સ્ટ્રા ફૅટ નથી નજરે પડતું. આની પાછળનું રહસ્ય શું છે?

રહસ્ય એ છે કે દીપિકા પાદુકોણે કરીના કપૂરની ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાળા પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યાં છે અને દરરોજ લગભગ 35 હજાર રુપિયા તેઓ પોતાની ટ્રેનર યાસ્મીનને આપે છે. આજકાલ દીપિકા પાદુકોણે ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મની ટીમ સાથે શૂટિંગ કરી રહ્યાં છે. ટીમે લગભગ 10 લાખ રુપિયા દીપિકાની ફિટનેસ ટ્રેનર ઉપર ખર્ચાયાં છે, પરંતુ આ ખર્ચ કરવો ફાયદાજનક છે, કારણ કે દીપિકાની ફિલ્મો જોવા માટે લોકોની ભીડ ઉમટે છે. તેથી દીપિકા પાદુકોણે ઉપર આટલો ખર્ચ તો કરવો જ રહ્યો. દીપિકા હોય તો ફિલ્મો હિટ થાય છે અને તેના દૃષ્ટાંતો યે જવાની હૈ દીવાની તથા ચેન્નઈ એક્સપ્રેસ છે જ તથા રામલીલા પણ દીપિકાના કારણે જ વધુ ચર્ચામાં છે.

હૅપ્પી ન્યુ ઈયરની પાર્ટી

હૅપ્પી ન્યુ ઈયરની પાર્ટી

દીપિકા પાદુકોણે તાજેતરમાં જ દુબઈમાં પોતાની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરની ટીમ સાથે પાર્ટી કરતા દેખાયાં. આ પાર્ટી છે ફિલ્મની કાસ્ટ માટે કે જેમાં શાહરુખ ખાન પણ હતાં.

દીપિકા-શાહરુખ

દીપિકા-શાહરુખ

દીપિકા અને શાહરુખ હૅપ્પી ન્યુ ઈયરના ક્રૂ સાથે પોઝ આપતાં. દુબઈમાં દીપિકા-શાહરુખે તાજેતરમાં જ હૅપ્પી ન્યુ ઈયરનું શૂટિંગ પૂરૂ કર્યું છે.

લીડ એક્ટર્સ

લીડ એક્ટર્સ

આ છે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના લીડ એક્ટર્સ-અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાન. ત્રણે મુખ્ય ભૂમિકામાં છે. શાહરુખ-દીપિકા પ્રથમ વાર અભિષેક સાથે કામ કરે છે. જોકે અભિષેક સાથે શાહરુખ કામ કરી ચુક્યાં છે.

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકાની તાજેતરમાં જ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ રેકૉર્ડ બ્રેકર સાબિત થઈ હતી. હવે તેમની આગામી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર પણ નવા રેકૉર્ડ બનાવવાની તૈયારીમાં છે.

ફન ટાઇમ

ફન ટાઇમ

હૅપ્પી ન્યુ ઈયરના સેટ ઉપર શૂટિંગ દરમિયાન દીપિકા-શાહરુખ મસ્તી કરતાં દેખાયાં. (વધુ તસવીરો જોવા ક્લિક કરો)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X