દીપિકાને મળી આ બ્લોકબસ્ટર, ઐશ્વર્યા રાય થઈ આઉટ...
આ વાત ફાઇનલ થઈ ચુકી છે કે સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મ પદ્માવતીમાં રાણી પદ્માવતીનો રોલ દીપિકા પાદુકોણ કરવા જઈ રહી છે. આ ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર શ્રેયસે આ વાતની જાણકારી આપી છે.
તેમને જણાવ્યું કે આ ફિલ્મમાં રાણી પદ્માવતીનો રોલ દીપિકા પાદુકોણ કરવા જઈ રહી છે. જેમની સામે હિરો તરીકે રણવીર સિંહને લેવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે ગયા વર્ષે તેમની ફિલ્મ બાજીરાવ મસ્તાનીએ ધૂમ મચાવી હતી. હવે તેઓ પદ્માવતી ફિલ્મ પર કામ કરી રહ્યા છે.

આ ફિલ્મ ચિત્તોડના રાણી પદ્માવતી માટે ખુંખાર અલાઉદ્દીન ખિલજીના દીવાનાપન પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બ થી શરૂ થઈ જશે. રાણી પદ્માવતી તેમની બુદ્ધિ, સુંદરતા અને સાહસ માટે મશહૂર હતી.
પદ્માવતી નામથી બનવા વાળી ફિલ્મને પ્રકાશ કાપડિયાએ લખી છે. જે પહેલા પણ સંજય લીલા ભણસાલી સાથે દેવદાસ, બ્લેક, સાંવરિયા અને બાજીરાવ મસ્તાની લખી ચુક્યા છે. હાલ તમે જુઓ દીપિકા પાદુકોણની કેટલીક ખાસ તસવીરો...












Click it and Unblock the Notifications
