Born In January : દીપી ઉઠશે દીપિકા, પણ સુઝાન વગર રોશન નહીં રહે હૃતિક!

મુંબઈ, 31 ડિસેમ્બર : ડિસેમ્બર માસ પૂર્ણ થવા જાય છે અને હવે શરૂ થશે જાન્યુઆરી. જોકે બધા મહીનાઓ કરતા જાન્યુઆરીનો મહિમા એટલા માટે વધુ છે, કારણ કે તે પોતાની સાથે નવુ વર્ષ પણ લઈને આવે છે. જાન્યુઆરીનો મહીનો કોઈ પણ વર્ષનો સૌથી તાજો મહીનો હોય છે અને વાત જ્યારે બૉલીવુડની થતી હોય, ત્યારે બૉલીવુડ માટે પણ જાન્યુઆરીનો મહીનો બહુ ખાસ હોય છે.

જાન્યુઆરીનો મહીનો બૉલીવુડ માટે એટલા માટે ખાસ ગણાય, કારણ કે આ મહીનાએ બૉલીવુડને ત્રણ-ત્રણ એવી અભિનેત્રીઓ આપી છે કે જેઓ આજે બૉલીવુડમાં ટોચના સ્થાને છે. તેમાંય રામલીલા ગર્લ દીપિકા પાદુકોણે માટે તો આ વખતનો જન્મ દિવસ સફળતાની નવી કહાણીની ઉજવણી લઈને આવી રહ્યો છે, તો બીજી બાજુ ડર્ટી ગર્લ વિદ્યા બાલન પણ આ જ મહીને અવતર્યાં છે. જોકે વિદ્યાની વીતેલા વર્ષે માત્ર એક જ ફિલ્મ રિલીઝ થઈ છે કે જે ફ્લૉપ નિવડી છે, પરંતુ તેનાથી તેમની લોકચાહના કે તેમના કૅરિયરને કોઈ ફર્ક પડ્યુ નથી.

વધુ એક બૉલીવુડ ગર્લ આ જ મહીને પેદા થયા હતાં કે જેમનો સિક્કો આજકાલ બૉલીવુડમાં બરાબર નથી ચાલી રહ્યો. હા જી, અમે વાત કરી રહ્યાં છે બિપાશા બાસુની. બિપાશાની આ વર્ષે આત્મા ફિલ્મ રિલીઝ થઈ હતી કે જે ફ્લૉપ નિવડી હતી, તો બીજી બાજુ બૉલીવુડના ક્રિશ એટલે કે હૃતિક રોશન પણ જાન્યુઆરીમાં જન્મ દિવસ તો ઉજવશે, પરંતુ આ જન્મ દિવસે તેમની સાથે સુઝાન રોશન નહીં હોય. ક્રિશ 3 ફિલ્મની સફળતા સાથે સુઝાન સાથેના અણબનાવે ક્યાંકને ક્યાંક હૃતિક રોશનને અપસેટ જરૂર કર્યા હશે કે જે તેમના જન્મ દિવસે ઉડીને આંખે વળગ્યા વિના નહીં રહે.

ચાલો તસવીરો વડે જાણીએ જાન્યુઆરીમાં જન્મેલા સ્ટાર્સ :

અસરાની

અસરાની

અસરાનીનો જન્મ 1લી જાન્યુઆરી, 1941ના રોજ થયો હતો. તેમનું આખુ નામ ગોવર્ધન અસરાની છે. આ વખતે તેઓ 73મો જન્મ દિવસ ઉજવશે.

નાના પાટેકર

નાના પાટેકર

નાના પાટેકર 1લી જાન્યુઆરીએ 63 વર્ષના થઈ જશે.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે 1લી જાન્યુઆરી, 1975ના રોજ જન્મ્યા હતાં. આ વખતે તેઓ 39મો જન્મ દિવસ ઉજવશે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

ડર્ટી ગર્લ વિદ્યા બાલન 1લી જાન્યુઆરીના રોજ 36 વર્ષના થઈ જશે. તેઓએ લગ્ન બાદ ઘનચક્કર ફિલ્મ કરી કે જે ફ્લૉપ નિવડી, પરંતુ તેમના કૅરિયરને કોઈ ફર્ક નથી પડ્યું. આજે પણ તેમની લોકચાહના અકબંધ જ છે.

સયાલી ભગત

સયાલી ભગત

સયાલી ભગતનો જન્મ 1લી જાન્યુઆરી, 1984ના રોજ થયો હતો અને આ વખતે તેઓ 30મો જન્મ દિવસ ઉજવશે. તેમણે તાજેતરમાં જ લગ્ન કર્યાં છે.

સંજય ખાન

સંજય ખાન

સંજય ખાન 3જી જાન્યુઆરીએ 73મો જન્મ દિવસ ઉજવવાના છે, પરંતુ ચોક્કસ તેઓ દુઃખી હશે, કારણ કે તેમના પુત્રી સુઝાનનું ઘર ભાંગી ગયું છે. સુઝાને હૃતિક રોશન પાસેથી છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.

ગુલ પનાગ

ગુલ પનાગ

અભિનેત્રી ગુલ પનાગ 4થી જાન્યુઆરીએ 35મો જન્મ દિવસ ઉજવશે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

બૉલીવુડ માટે 5મી જાન્યુઆરી મહત્વનો દિવસ હશે, કારણ કે આ દિવસે દીપિકા પાદુકોણેનો જન્મ દિવસ છે. દીપિકા આ વખતે 28મો જન્મ દિવસ ઉજવશે અને ઉજવણીમાં હશે રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ તથા રામલીલાની સફળતાનો તડકો.

એ આર રહમાન

એ આર રહમાન

એ આર રહમાનનો 6ઠી જાન્યુઆરીએ 46મો જન્મ દિવસ આવશે.

રીના રૉય

રીના રૉય

રીના રૉય 7મી જાન્યુઆરીએ 57મો જન્મ દિવસ ઉજવશે.

સુપ્રિયા પાઠક

સુપ્રિયા પાઠક

તાજેતરમાં જ રામલીલા ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય કરનાર જાણીતા અભિનેત્રી સુપ્રિયા પાઠક 7મી જાન્યુઆરીએ 53મો જન્મ દિવસ ઉજવશે.

કોએના મિત્રા

કોએના મિત્રા

કોએના મિત્રાનો જન્મ દિવસ પણ 7મી જાન્યુઆરી આવશે. તેઓ 30 વર્ષના થઈ જશે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુ 7મી જાન્યુઆરીએ 35મો જન્મ દિવસ ઉજવશે.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

9મી જાન્યુઆરીએ ફરહાન અખ્તરનો જન્મ દિવસ આવશે. તેઓ 40 વર્ષના થઈ જશે.

હૃતિક રોશન

હૃતિક રોશન

10મી જાન્યુઆરીનો દિવસ બૉલીવુડ માટે મહત્વનો રહેશે, કારણ કે આ દિવસે હૃતિક રોશનનો જન્મ દિવસ હશે. સુઝાન સાથે સંબંધો તુટ્યા બાદ હૃતિક પહેલી વાર જન્મ દિવસ ઉજવશે. ક્રિશ 3ની સફળતા છતા હૃતિકનો દિલ તુટેલો હશે. હૃતિક પણ 40મો જન્મ દિવસ ઉજવશે.

અંજૂ મહેન્દ્રુ

અંજૂ મહેન્દ્રુ

રાજેશ ખન્ના સાથે સંબંધો ધરાવનાર અંજૂ મહેન્દ્રુ એક વખત જાણીતા અભિનેત્રી હતાં. તેઓ 11મી જાન્યુઆરીએ 68મો જન્મ દિવસ ઉજવશે.

અનુ અગ્રવાલ

અનુ અગ્રવાલ

11મી જાન્યુઆરીએ અનુ અગ્રવાલ 45 વર્ષના થઈ જશે. આ એ જ અનુ અગ્રવાલ છે કે જેમણે આશિકી ફિલ્મ દ્વારા લોકોના હૃદયના ધબકારા વધાર્યા હતાં.

રીટા ભાદુરી

રીટા ભાદુરી

રીટા ભાદુરી પણ 11મી જાન્યુઆરીએ જન્મ દિવસ ઉજવશે.

અરુણ ગોવિલ

અરુણ ગોવિલ

સમગ્ર દેશમાં રામાયણ સીરિયલ બાદ રામ તરીકે પૂજાયેલા અરુણ ગોવિલ 12મી જાન્યુઆરીએ 56મો જન્મ દિવસ ઉજવશે.

ભાનુ પ્રિયા

ભાનુ પ્રિયા

સાઉથ અને બૉલીવુડની ફિલ્મોમાં કામ કરનાર ભાનુ પ્રિયા 15મી જાન્યુઆરીએ 48 વર્ષના થશે.

કબીર બેદી

કબીર બેદી

જાણીતા ફિલ્મ નિર્માતા કબીર બેદી 16મી જાન્યુઆરીએ 68મો જન્મ દિવસ ઉજવશે.

જાવેદ અખ્તર

જાવેદ અખ્તર

જાણીતા ગીતકાર જાવેદ અખ્તર 17મી જાન્યુઆરીએ 69 વર્ષના થશે.

મોનિકા બેદી

મોનિકા બેદી

મોનિકા બેદી 18મી જાન્યુઆરીએ 39મો જન્મ દિવસ ઉજવશે.

મિનીષા લાંબા

મિનીષા લાંબા

મિનીષા લાંબાનો જન્મ 18મી જાન્યુઆરી, 1985ના રોજ થયો હતો. તેઓ 29 વર્ષના થશે.

નાદિરા બબ્બર

નાદિરા બબ્બર

અભિનેત્રી અને રાજ બબ્બરના પત્ની નાદિરા બબ્બર 20મી જાન્યુઆરીએ 66મો જન્મ દિવસ ઉજવશે.

કિમ શર્મા

કિમ શર્મા

અભિનેત્રી કિમ શર્મા 21મી જાન્યુઆરીએ 34મો જન્મ દિવસ ઉજવશે.

નમ્રતા શિરોડકર

નમ્રતા શિરોડકર

નમ્રતા શિરોડકર 22મી જાન્યુઆરીએ 42મો જન્મ દિવસ ઉજવશે.

રીતુ શિવપુરી

રીતુ શિવપુરી

આંખે ફૅમ રિતુ શિવપુરી 22મી જાન્યુઆરીએ 39 વર્ષના થઈ જશે.

સુધીર મિશ્રા

સુધીર મિશ્રા

ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક સુધીર મિશ્રા 22મી જાન્યુઆરીએ જન્મ દિવસની ઉજવણી કરશે.

રમેશ સિપ્પી

રમેશ સિપ્પી

રમેશ સિપ્પી 23મી જાન્યુઆરીના રોજ 67 વર્ષના થઈ જશે.

સુભાષ ઘઈ

સુભાષ ઘઈ

સુભાષ ઘઈ 24મી જાન્યુઆરીએ 69મો જન્મ દિવસ ઉજવશે.

જે ઓમ પ્રકાશ

જે ઓમ પ્રકાશ

જે ઓમ પ્રકાશ 24મી જાન્યુઆરીએ 93મો જન્મ દિવસ ઉજવશે.

કવિતા કૃષ્ણમૂર્તિ

કવિતા કૃષ્ણમૂર્તિ

પાર્શ્વ ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ 25મી જાન્યુઆરીએ 56 વર્ષના થશે.

બૉબી દેઓલ

બૉબી દેઓલ

બૉબી દેઓલ 27મી જાન્યુઆરીએ 47મો જન્મ દિવસ ઉજવશે.

શ્રેયસ તળપદે

શ્રેયસ તળપદે

શ્રેયસ તળપદે પણ 27મી જાન્યુઆરીએ જન્મ્યા હતાં. આ વખતે તેમનો 38મો જન્મ દિવસ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X