લગ્ન બાદ દીપિકાએ આપ્યો પહેલો ઈન્ટરવ્યુ, પતિ રણવીર વિશે કહી આ વાત
લગ્ન બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં દીપિકાએ પતિ અને આવનારી જિંદગી વિશે ખુલીને વાત કરી. જીક્યુ મેગેઝીનને રણવીરની પર્સનાલિટી પર પણ વાત કરી છે.
બોલિવુડના બાજીરાવ અને મસ્તાની લગ્ન બાદ પોત પોતાના કામ પર પાછા આવી ગયા છે. જ્યાં એક તરફ રણવીર સિંહે સિંબાનું ટ્રેલર લોન્ચ કરીને પ્રમોશન શરૂ કરી દીધુ છે ત્યાં દીપિકાએ પણ લગ્ન બાદ પહેલુ મેગેઝીન શૂટ કરાવ્યુ છે. દીપિકાના આ ફોટોશૂટના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. તેમણે જીક્યુ મેગેઝીન માટે શૂટ કરાવ્યુ. જ્યાં તેણે પોતાના પતિ રણવીર અને લગ્ન અંગે ઘણી વાતો કરી. પતિ પર બોલતા દીપિકાએ કહ્યુ કે ક્યારેક ક્યારક એકદમ બાળક જેવા બની જાય છે.

દીપિકાએ લગ્ન બાદ આપ્યો પહેલો ઈન્ટરવ્યુ
લગ્ન બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં દીપિકાએ પતિ અને આવનારી જિંદગી વિશે ખુલીને વાત કરી. જીક્યુ મેગેઝીને રણવીરની પર્સનાલિટી પર દીપિકાએ કહ્યુ, ‘તે સંવેદનશીલ, ખૂબ જ ભાવનાત્મક અને બુદ્ધિમાન છે. ઘણી વાર તો બાળક જેવા. આનો એ અર્થ નહિ કે તેમની ઉર્જા અને ચંચળ સ્વભાવ નથી, તે પણ તેમનો જ હિસ્સો છે પરંતુ તેમની એક શાંત બાજુ પણ છે. તે એવા નથી કે હું એક પુરુષ છુ, હું મારી ભાવનાઓને ન બતાવી શકુ. તે પણ સંવેદનશીલ છે અને હું પણ. અને આવા વ્યક્તિ સાથે જીવન પસાર કરવુ સરળ બની જાય છે જે આને સમજે છે.'

પહેલી વાર ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહી દીપિકા
લગ્ન બાદ આવનારા ફેરફારો પર દીપિકાએ કહ્યુ કે, ‘તે 18 વર્ષની ઉંમરથી ઘર ચલાવી રહી છે. તો એ હિસાબે વધુ કંઈ નહિ બદલાય. પરંતુ હા અમે એ ફેરફારોમાંથી પસાર થઈશુ જે ત્યારે આવે છે જ્યારે બે લોકો સાથે રહેવાનું શરૂ કરે છે. નવદંપત્તિ જે ફેરફાર જુએ છે જેવા કે સાથે રહેવુ, બિલ્સ કે કંઈ પણ.' દીપિકાએ પોતાની આવનારી ફિલ્મ અંગે વાત કરી, જેની સાથે તે પ્રોડક્શનની દુનિયામાં પણ પગરણ માંડી રહી છે. દીપિકા આ ફિલ્મ એટેક પીડિતા પર આધારિત છે જેને મેઘના ગુલઝાર ડાયરેક્ટ કરી રહી છે.

ઈટલીમાં બે લગ્ન, દેશમાં થયા હતા ત્રણ રિસેપ્શન
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગયા મહિને ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. 14 નવેમ્બરે બંનેએ કોંકણી રીત-રિવાજથી લગ્ન કર્યા હતા અને 15 નવેમ્બરે લગ્ન સિંધી રીત રીવાજથી થયા હતા. આ લગ્નમાં માત્ર બંનેના પરિવાર અને નજીકના દોસ્તો જ શામેલ થયા હતા. લગ્ન બાદ બંનેએ 21 નવેમ્બરે બેંગલુરુમાં ભવ્ય રિસેપ્શન આપ્યુ. વળી, મુંબઈમાં મીડિયા માટે 28 નવેમ્બર અને ઈન્ડસ્ટ્રીના દોસ્તો માટે 1 ડિસેમ્બરે રિસેપ્શન રાખ્યુ હતુ.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
