જુઓ PICS: ઈટલીથી પાછા ફર્યા નવદંપત્તિ, દીપિકાને ભીડથી બચાવવા આમ આગળ આવ્યા રણવીર

બોલિવુડ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીના લેક કોમોમાં વેડિંગ ડેસ્ટીનેશન બાદ ઘરે પાછા આવી ગયા છે. બંને રવિવારે મુંબઈ પાછા આવ્યા અને તેમને જોવા માટે ફેન્સનો સૈલાબ ઉમટ્યો હતો.

બોલિવુડ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીના લેક કોમોમાં વેડિંગ ડેસ્ટીનેશન બાદ ઘરે પાછા આવી ગયા છે. બંને રવિવારે મુંબઈ પાછા આવ્યા અને તેમને જોવા માટે ફેન્સનો સૈલાબ ઉમટ્યો હતો. રણવીર અને દીપિકાની એક ઝલક મેળવવા માટે મુંબઈ એરપોર્ટ પર ફેન્સની ભારે ભીડ જોવા મળી. આ ભીડમાંથી બંનેને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ હતુ પરંતુ રણવીરે એક પ્રોટેક્ટીવ હસબન્ડની જેમ પોતાની પત્નીને આ ભીડમાંથી બહાર કાઢી.

રણવીર-દીપિકાની એક ઝલક જોવા પહોંચ્યા ફેન્સ

રણવીર-દીપિકાની એક ઝલક જોવા પહોંચ્યા ફેન્સ

દીપિકા-રણવીર સિંહ રવિવારે પોતાના ઘરે મુંબઈ પહોંચ્યા. મુંબઈ એરપોર્ટથી બહાર નીકળવા માટે બંનેને ઘણી મહેનત કરવી પડી. મુંબઈ એરપોર્ટ પર દીપિકા-રણવીરની એક ઝલક મેળવવા માટે ફેન્સની ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. બંનેને બહાર નીકળવામાં ખૂબ મુશ્કેલી થઈ. પત્ની દીપિકાને કોઈ તકલીફ ન પડે એટલા માટે પતિ રણવીરે એકદમ જેન્ટલમેનની જેમ તેને બહાર નીકાળી.

બાહોંમાં ભરીને દીપિકાને ભીડમાંથી બહાર નીકાળી

બાહોંમાં ભરીને દીપિકાને ભીડમાંથી બહાર નીકાળી

રણવીર પોતાના હાથે દીપિકાને ભીડથી બચાવીને ગાડી સુધી પહોંચ્યા. હાઈ સિક્યોરિટી હોવા છતા એરપોર્ટ પર ભીડને સંભાળવી મુશ્કેલ બની રહી હતી. ત્યારે રણવીરે પોતે જ દીપિકાને બહાર નીકાળવી પડી. એરપોર્ટથી નીકળ્યા બાદ બંને રણવીરના ઘરે પહોંચ્યા જ્યાં તેમણે મીડિયા માટે પોઝ આપ્યા અને બધાનો આભાર માન્યો.

બે રીતિ રિવાજથી થયા છે બંનેના લગ્ન

બે રીતિ રિવાજથી થયા છે બંનેના લગ્ન

રણવીર-દીપિકાએ 14 નવેમ્બરે કોંકણી રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા. વળી, 15 નવેમ્બરે સિંધી રિવાજ મુજબ લગ્ન કર્યા. આ લગ્નને ખૂહ જ ખાનગી રાખવામાં આવ્યા હતા અને માત્ર પરિવાર અને નજીકના દોસ્તો જ તેમાં શામેલ થયા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે બોલિવુડના પોતાના દોસ્તો માટે બંને મુંબઈમાં એક મોટુ રિસેપ્શન રાખશે. વળી, એક પાર્ટી દીપિકાના હોમટાઉન બેંગલુરુમાં પણ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X