કોણ છે લારા દત્તાનું નવુ બાળક? : જુઓ તસવીરો

નવી દિલ્હી, 23 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી લારા દત્તા આજકાલ રૂપેરી પડદેથી અલોપ છે. તેઓ વિરામ ઉપર છે. સૌ જાણે છે કે મહેશ ભૂપતિ સાથે લગ્ન કરનાર લારા હાલ એક બાળકીના માતા છે, પરંતુ તેઓ કહે છે કે તેમને એક નવુ બાળક અવતર્યું છે! હવે આપને જાણીને આશ્ચર્ય થશે કે લારાને તો એક જ બાળકી છે અને આ નવુ બાળક ક્યારે આવી ગયું?

પરંતુ રખે ચૂકતા... કંઈક આડુ-અવળુ ન વિચારતાં. લારા દત્તાને કોઈ નવુ બાળક નથી અવતર્યું. હકીકતમાં લારા દત્તા હાલ અભિનયમાંથી બ્રેક ઉપર છે અને પોતાના સાડી સંગ્રહમાં વ્યસ્ત છે. તેઓ પોતાના ડિઝાઇનિંગ કૌશલ્યને નિખારી રહ્યાં છે. નો એન્ટ્રી, પાર્ટરનર જેવી સફળ ફિલ્મોમાં કામ કરનાર લારા દત્તા બે વર્ષની પુત્રી સાયરાની માતા છે, પરંતુ તેઓ ડિઝાઇનિંગને પોતાનું નવું બાળક ગણાવે છે.

લારાએ આ ખુલાસો નવી દિલ્હી ખાતે કર્યો. તેઓ પોતાના બીજા ડિઝાઇનિંગ સાડી સંગ્રહની લૉન્ચિંગ અર્થે અહીં આવ્યા હતાં. છાબડા 555 સાથે પોતાની સાડીઓની લૉન્ચિંગ દરમિયાન લારા દત્તાએ મીડિયા સાથે વાતચીત કરી.

આવો લારા દત્તાની આ ‘નવા બાળક' એટલે કે સાડી સાથેની તસવીરો જોઇએ અને જાણીએ તેઓ વદુમાં શું કહે છે :

ફિલ્મોમાં એક દાયકો

ફિલ્મોમાં એક દાયકો

લારાએ જણાવ્યું - મેં દસ વર્ષ ફિલ્મોમાં કામ કર્યુ છે.

ડિઝાઇનિંગ નવુ બાળક

ડિઝાઇનિંગ નવુ બાળક

લારાએ જણાવ્યું - ડિઝાઇનિંગ કંઈક નવુ કામ છે. તેથી આ મારૂ નવું બાળક છે.

ઉત્સાહિત

ઉત્સાહિત

લારાએ જણાવ્યું - હું ગ્રાહકોના હકારાત્મક પ્રતિસાદથી ઉત્સાહિત છું.

ગત વર્ષે શરુઆત

ગત વર્ષે શરુઆત

35 વર્ષીય લારા દત્તાએ ગત વર્ષે ડિઝાઇનિંગની શરુઆત કરી હતી.

પ્રથમ સંગ્રહ

પ્રથમ સંગ્રહ

લારાનો પ્રથમ સંગ્રહ પારમ્પરિકતા તેમજ આધુનિકતાનો મેળ હતો.

બીજો સંગ્રહ

બીજો સંગ્રહ

લારાએ જણાવ્યું - બીજો સંગ્રહ વધુ પારમ્પરિક છે.

બનારસી સાડીઓ પસંદ

બનારસી સાડીઓ પસંદ

લારાએ જણાવ્યું - પર્સનલી મને બનારસી સાડીઓ અને જૂના જમાનાના કપડા બહુ ગમે છે. તેથી હું તેમને સમકાલીન બનાવવા માંગતી હતી.

આધુનિક બનારસી

આધુનિક બનારસી

લારાએ જણાવ્યું - સામાન્ય રીતે બનારસી સાડીઓને આપણે કાકીઓ કે માતા સાથે જોડીએ છીએ, પણ હું તેને યુવા અને આધુનિક અહેસાસ આપવા માંગતી હતી.

મિસ યુનિવર્સ

મિસ યુનિવર્સ

મૉડેલમાંથી અભિનેત્રી બનનાર લારા દત્તાએ સને 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ હાસલ કર્યો હતો.

અંદાઝથી શરુઆત

અંદાઝથી શરુઆત

લારાએ સને 2003માં અંદાઝ ફિલ્મ સાથે બૉલીવુડમાં કૅરિયરની શરુઆત કરી હતી.

ભૂપતિ સાથે લગ્ન

ભૂપતિ સાથે લગ્ન

લારા દત્તાએ સને 2011માં મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતાં.

પ્રોડક્શન હાઉસ

પ્રોડક્શન હાઉસ

લગ્ન બાદ લારા-મહેશે પોતાનું પ્રોડક્શન હાઉસ ભીગી બસંતી પ્રોડક્શન્સ શરૂ કર્યુ હતું.

ચલો દિલ્લી

ચલો દિલ્લી

લારા-મહેશના પ્રોડક્શન હેઠળ નિર્મિત ચલો દિલ્લી બહુ વખણાઈ હતી.

ત્રણ વર્ષથી બ્રેક

ત્રણ વર્ષથી બ્રેક

લારા દત્તા છેલ્લે આ જ વર્ષે રિલીઝ થયેલી ડેવિડ ફિલ્મમાં દેખાયા હતાં.

સાયરાના કારણે બ્રેક

સાયરાના કારણે બ્રેક

મહેશ ભૂપતિ સાથે લગ્ન બાદ લારાએ સાયરા નામની દીકરીને જન્મ આપ્યો. ત્યારથી જ તેઓ ફિલ્મી પડદેથી ગાયબ છે.

પસ્તાવો નથી

પસ્તાવો નથી

જોકે લારા દત્તાને ફિલ્મોથી દૂર રહેવાનો પસ્તાવો નથી.

વ્યસ્ત થઈ આનંદ

વ્યસ્ત થઈ આનંદ

લારા કહે છે - મને લાગે છે કે જિંદગીમાં દરેક બાબતનું પોતાનું સ્થાન હોય છે. મેં વ્યસ્ત રહી આનંદ લીધો.

સાયરા પ્રાથમિકતા

સાયરા પ્રાથમિકતા

લારા કહે છે - હવે મારી પ્રાથમિકતા મારી દીકરી સાયરા છે અને હંમેશા તે જ રહેશે.

મોટી થાય છે સાયરા

મોટી થાય છે સાયરા

લારાએ જણાવ્યું - હવે સાયરા મોટી થઈ રહી છે.

કામ પ્રત્યે ધ્યાન

કામ પ્રત્યે ધ્યાન

લારાએ જણાવ્યું - સાયરા મોટી થતા હવે હું પોતાના કામ ઉપર વધુ ધ્યાન આપી શકી રહી છું.

કમબૅકની તૈયારી

કમબૅકની તૈયારી

લારાએ જણાવ્યું - માતૃત્વના કારણે ફિલ્મોથી દૂર હતી. હવે હું સાયરાને ઘરે મૂકી ફિલ્મના સેટ ઉપર જઈ શકુ છું.

સ્ક્રિપ્ટ ચકાસણી

સ્ક્રિપ્ટ ચકાસણી

લારાએ જણાવ્યું - હું કેટલીક સ્ક્રિપ્ટ જોઈ રહી છું કે જેમાંની એક મારા પોતાના પ્રોડક્શન હાઉસ સાથેની છે.

ચલો દિલ્લીનું પ્રી-પ્રોડક્શન

ચલો દિલ્લીનું પ્રી-પ્રોડક્શન

લારા કહે છે - હું ચલો દિલ્લીનું પ્રી-પ્રોડક્શન પણ કરી રહી છું.

વિનય પાઠક સાથે

વિનય પાઠક સાથે

ચલો દિલ્લીના પ્રી-પ્રોડક્શનમાં લારા દત્તા સાથે વિનય પાઠક પુનઃ દેખાશે.

આગામી ફિલ્મો

આગામી ફિલ્મો

લારા દત્તા ભવિષ્યમાં ઔર દેવદાસ, આસમાન, બંદા યે બિંદાસ હૈ તથા પાર્ટનર 2 જેવી ફિલ્મોમાં દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X