ઉમરમાં બાપ-બેટી જેટલો તફાવત તો પણ કપલ થઈને ફરી રહ્યા છે આ બોલિવૂડ સ્ટાર!

બોલિવૂડ સ્ટારને ઉમર સાથે વધારે કંઈ લેવા દેવા નથી. ઘણા સ્ટાર તેનાથી નાની અભિનેત્રી કે મોટી અભિનેત્રીઓને ડેટ કરતા જોવા મળે છે. બોલિવૂડમાં એવા ઘણા કપલ છે, જેની ઉમરમાં મોટો તફાવત છે.

બોલિવૂડ સ્ટારને ઉમર સાથે વધારે કંઈ લેવા દેવા નથી. ઘણા સ્ટાર તેનાથી નાની અભિનેત્રી કે મોટી અભિનેત્રીઓને ડેટ કરતા જોવા મળે છે. બોલિવૂડમાં એવા ઘણા કપલ છે, જેની ઉમરમાં મોટો તફાવત છે. આજે આપણે બોલિવૂડના આવા જ કપલની વાત કરવાના છીએ, જે ઉમરમાં મોટો તફાવત હોવા છત્તા પણ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન

કરીના કપૂર અને સૈફ અલી ખાન

બોલિવૂડની કેટલીક ચર્ચાસ્પદ લવ સ્ટોરીમાં કરીના કપૂર અને સૈફ અલી ખાનનું નામ ચોક્કસ આવે. બન્ને વચ્ચે 10 વર્ષનું અંતર છે અને હાલ બન્ને બે બાળકોના માતા-પિતા છે.

અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાની

અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાની

મલાઈકા સાથે છુટાછેડા બાદ હવે અરબાઝ ખાન તેનાથી 22 વર્ષ નાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. બન્ને ઘણી વખત સાથે જોલા મળે છે. અરબાઝ ખાનની ઉમર 55 વર્ષ છે તો જ્યોર્જિયા માત્ર 33 વર્ષની છે.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

શાહિદ કપૂર અને મીરા રાજપૂત બોલિવૂડના હોટ કપલમાંથી એક છે. બન્ને વચ્ચે પણ 14 વર્ષનો તફાવત છે. જો કે તેમ છત્તા પણ બન્ને સાથે છે અને હાલ બે બાળકોના માતા-પિતા છે.

આમિર ખાન અને કિરણ રાવ

આમિર ખાન અને કિરણ રાવ

આમિર ખાન અને કિરણ રાવ હાલમાં બન્ને એકબીજા સાથે નથી. જો કે તે પહેલા બન્ને વચ્ચે 9 વર્ષનો તફાવત હોવા છત્તા બન્નેએ લગ્ન કર્યા હતા. હાલ બન્ને અલગ છે અને સાથે મળીને પુત્રને મોટો કરી રહ્યા છે.

સંજય દત્ત અને માન્યતા

સંજય દત્ત અને માન્યતા

સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા ત્યારે બન્ને વચ્ચે 19 વર્ષનો તફાવત હતો. હાલ બન્ને બે બાળકોના માતા-પિતા છે. બન્ને માટે ઉમરનું કોઈ મહત્વ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X