B'day Spcl : માતા-પિતા નહોતા ઇચ્છતાં કે આમિર એક્ટર બને...

મુંબઈ, 14 માર્ચ : આજે બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન 49 વર્ષના થઈ ગયાં છે. લગાન, ગઝની તથા થ્રી ઇડિયટ્સ જેવી સુપર હિટ ફિલ્મો આપનાર આમિરે પોતાના કાકા નાસિર હુસૈનની ફિલ્મ યાદોં કી બારાત (1973)માં એક બાળ કલાકાર તરીકે રૂપેરી પડદે એન્ટ્રી કરી હતી. તે પછી લગભગ 11 વરસ બાદ આમિરે હોલી ફિલ્મમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો, પરંતુ 1988માં આવેલી કયામત સે કયામત તક ફિલ્મ સાથે આમિર ખાનને બૉલીવુડમાં ઓળખ મળી. આ તમામ વાતો તો કદાચ સૌને ખબર જ છે, પણ હવે અમે આપને જે બતાવવા જઈ રહ્યાં છે, તે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે.

આમિર ખાને બીબીસીને આપેલ એક ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તેમના માતા-પિતા નહોતા ઇચ્છતાં કે તેઓ ફિલ્મોમાં આવે. આમિરના મમ્મી-પપ્પા ઇચ્છતા હતાં કે આમિર ખાન ડૉક્ટર, એંજીનિયર કે ચાર્ટર્ડ ઍકાઉંટંટ બને, કારણ કે તેઓનું માનવું હતું કે ફિલ્મ લાઇનમાં કૅરિયર બહુ કઠિન છે. અહીં લોકો પળમાં ઉપર, તો પળમાં નીચે પહોંચી જાય છે. આમિરે જણાવ્યું - મારા પપ્પા ઇચ્છતા હતાં કે હું કોઈ એવું કૅરિયર પસંદ કરૂં કે જેમાં જોખમ ઓછું હોય.

હાશ! આમિરે મમ્મી-પપ્પાની વાત ન માની અને આપણને તેમના જેવા મિસ્ટર પરફેક્શનિસ્ટ મળ્યાં :

49ના થયાં આમિર

49ના થયાં આમિર

બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન 49 વર્ષના થઈ ગયાં છે.

ફૅન્સ વચ્ચે ઉજવણી

ફૅન્સ વચ્ચે ઉજવણી

આમિર ખાને પોતાનો 49મો જન્મ દિવસ ફૅન્સ વચ્ચે ઉજવ્યો.

કિરણનો સાથ

કિરણનો સાથ

આમિર ખાનના જન્મ દિવસની ઉજવણીમાં તેમના પત્ની કિરણ રાવ પણ સાથે હતાં.

કૅક કાપી

કૅક કાપી

આમિર ખાને જન્મ દિવસ પ્રસંગે કૅક કાપી અને લોકોને ખવડાવી.

યાદોં કી બારાતથી શરુઆત

યાદોં કી બારાતથી શરુઆત

આમિર ખાન પહેલી વાર રૂપેરી પડદે યાદોં કી બારાત ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાયા હતાં. તે પછી તેઓ હોલી ફિલ્મમાં પણ દેખાયા હતાં.

કયામત સે કયામત તક હિટ

કયામત સે કયામત તક હિટ

આમિર ખાન હીરો તરીકે કયામત સે કયામત તક ફિલ્મમાં દેખાયાં કે જેમાં તેમના હીરોઇન જુહી ચાવલા હતાં. જુહીની પણ આ પ્રથમ ફિલ્મ હતી.

ફિલ્મફૅર ઍવૉર્ડ

ફિલ્મફૅર ઍવૉર્ડ

કયામત સે કયામત તક ફિલ્મ માટે આમિર ખાનને ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો.

અનેક હિટ ફિલ્મો

અનેક હિટ ફિલ્મો

આમિરે કયામત સે કયામત તક બાદ રાજા હિન્દુસ્તાની, લગાન, દિલ ચાહતા હૈ, રંગ દે બસંતી, તારે ઝમીં પર, સરફરોશ, 3 ઇડિયટ્સ જેવી હિટ ફિલ્મો આપી છે.

સત્યમેવ જયતે

સત્યમેવ જયતે

આમિર ખાનની છેલ્લી ફિલ્મ ધૂમ 3 પણ રેકૉર્ડબ્રેક સફળતા પામી હતી. હાલમાં આમિર ખાન નાના પડદે ધૂમ મચાવી રહ્યાં છે. સત્યમેવ જયતે નામનો તેમનો શો ખૂબ જ લોકપ્રિય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X