ધનુષ અને ઐશ્વર્યાના ડિવૉર્સની વાત ખોટી, એક્ટરના પિતાએ કહ્યુ - આ માત્ર એક ઘરેલુ ઝઘડો હતો
ધનુષના પિતા, ફિલ્મ નિર્માતા કસ્તૂરી રાજાએ બંનેના ડિવૉર્સના સમાચારોને ખોટા ગણાવ્યા છે.
મુંબઈઃ ફિલ્મ એક્ટર ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યાએ એલાન કર્યુ છે કે તે અલગ થઈ રહ્યા છે. વળી, ધનુષના પિતા, ફિલ્મ નિર્માતા કસ્તૂરી રાજાએ બંનેના ડિવૉર્સના સમાચારોને ખોટા ગણાવ્યા છે. ડેલીથંડી વર્તમાનપત્રને આપેલા એક ઈન્ટરવ્યુમાં કસ્તૂરી રાજાએ કહ્યુ કે તેમનો દીકરો ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના ડિવૉર્સ લેવાના સમાચારોમાં સચ્ચાઈ નથી.

આ માત્ર એક પારિવારિક ઝઘડો
કસ્તૂરી રાજાએ ધનુષ અને ઐશ્વર્યા(એક્ટર રજનીકાંતની દીકરી)ના ડિવૉર્સના સવાલ પર કહ્યુ, સામાન્ય પતિ-પત્ની વચ્ચે થાય એવો આ એક પારિવારિક ઝઘડો છે. આ ડિવૉર્સ નથી. રાજાએ એ પણ કહ્યુ કે છેલ્લા ઘણા દિવસોથી તે ચેન્નઈમાં નહોતા.

ધનુષ અને ઐશ્વર્યાએ કર્યુ છે અલગાવનુ એલાન
ધનુષ અને ઐશ્વર્યાએ 17 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર પોતાના અલગ થવાનુ એલાન કર્યુ છે. બંનેએ એક નોટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના 18 વર્ષ જૂના લગ્નને ખતમ કરવાની માહિતી આપી હતી. ધનુષ અને ઐશ્વર્યાને બે બાળકો યાત્રા અને લિંગા છે.

ધનુષ અને ઐશ્વર્યાએ શું કહ્યુ
ધનુષે એક નોટ ઈન્સ્ટાગ્રામ પર લખી છે જેને ઐશ્વર્યાએ પણ શેર કરી છે. આમાં લખ્યુ છે - 18 વર્ષ વર્ષે દોસ્ત, કપલ અને પેરેન્ટ્સ, એકબીજાના સહયોગી અને શુભચિંતક તરીકે સાથે રહ્યા. આ દરમિયાન અમે એકબીજા વિશે ઘણુ બધુ જાણ્યુ અને સમજ્યુ, એકબીજા પાસેથી ઘણુ બધુ શીખ્યુ. આજે અમે એક એવી જગ્યાએ ઉભા છે, જ્યાં અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને મે અલગ થવાનો નિર્ણય લીધો છે. બધાને વિનંતી છે કે અમારા આ નિર્ણયને સમજે અને અમારી પ્રાઈવસીનુ સમ્માન કરે.
|
2004માં કર્યા હતા લગ્ન
ધનુષ સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર એક્ટર છે, તેમના પિતા કસ્તૂરી રાજા પણ મોટા ફિલ્મ નિર્માતાઓમાં શામેલ છે. વળી, ઐશ્વર્યા સુપરસ્ટાર રજનીકાંતની દીકરી છે. ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. હવે 18 વર્ષ બાદ બંનેએ એલગ થવાનુ એલાન કર્યુ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
