Watch Video : એક્શન સાથે ગ્લૅમર પણ છે ધૂમ 3માં
મુંબઈ, 30 સપ્ટેમ્બર : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ધૂમ 3નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પોસ્ટર જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે ધૂમ 3માં માત્ર એક્શન જ નહીં, પરંતુ ગ્લૅમર પણ ભરપૂર હશે.

વિજય કૃષ્ણ આચાર્ય દિગ્દર્શિત ધૂમ 3ના નવા જાહેર થયેલ પોસ્ટરમાં આમિર ખાન, ઉદય ચોપરા, અભિષેક બચ્ચન અને કૅટરીના કૈફ નજરે પડે છે. આમિર ખાન ખતરનાક અંદાજમાં દેખાય છે, તો કૅટરીના કૈફ હૉટ અંદાજમાં છે. પોસ્ટર જોઈ લાગે છે કે ફિલ્મમાં ગ્લૅમરનો તડકો લગાવવાની તમામ જવાબદારી કૅટના ખંભે છે.
યશ રાજ બૅનર્સની ધૂમ 3 આગામી 20મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ધૂમ સિરીઝની આ ત્રીજી સિક્વલ છે કે જેમાં વિલન સતત બદલાતા રહ્યાં છે. ધૂમમાં જ્હૉન અબ્રાહમ હતાં, તો ધૂમ 2માં આ જવાબદારી હૃતિક રોશન ઉપર હતી અને હવ ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન વિલન બન્યાં છે.
જુઓ ધૂમ 3નું મોશન પોસ્ટર 2 વીડિયોમાં :
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/eX-mTHF4wQM" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
