લાંબા ઇંતેજાર બાદ દીયાને મળ્યો સાહિલ : ‘લગ્ન એક સ્વપ્ન જેવું...’
મુંબઈ, 20 ઑક્ટોબર : ફિલ્મ નિર્માતા સાહિલ સંઘા સાથે એક્ટ્રેસ અને મૉડેલ દીયા મિર્ઝાના લગ્ન થઈ ગયાં. દિલ્હી ખાતે ઘિટોરનીના ફાર્મ હાઉસમાં દીયા-સાહિલ લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં.
દીયા મિર્ઝા લગ્ન પ્રસંગે ખૂબ જ ખુશ જણાતા હતાં. તેમણે કહ્યું કે આ મારા માટે સપના જેવા લગ્ન હતાં. નોંધનીય છે કે આ લગ્ન માટે દીયાએ એક લાંબો ઇંતેજાર કર્યો હતો. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતાં.
દીયાએ સાહિલ સાથે એપ્રિલમાં સગપણ કર્યુ હતું. 18મી ઑક્ટોબરના રોજ આર્ય સમાજ વિધિથી બંને પરિણય સૂત્રમાં બંધાઈ ગયાં. લગ્ન બાદ બંનેએ બહાર આવી મીડિયા સામે એક ફોટોશૂટ પણ કરાવ્યું.
લગ્ન બાદ ફોટોગ્રાફરો સામે પોઝ આપતાં દીયા મિર્ઝાએ કહ્યું, ‘બહુ ખુશ છું. આર્ય સમાજનું ખૂબ સુંદર સમારંભ હતું. ત્યાં અમને સોગંધોના અર્થ બતાવાયાં. આ બહુ સારૂ લાગ્યું, કારણ કે તમારી સાથે શું થઈ રહ્યું છે, તે જાણવું અને તમે એક-બીજાને કેવા વાયદા કરી રહ્યા છો, તે જાણવું બહુ સારૂં છે. આ લગ્ન સપના જેવુ હતું.'
ભૂતપૂર્વ મિસ એશિયા પૅસિફિક રહી ચુકેલા દીયા મિર્ઝા ઋતુ કુમારના બેઝ તથા લીલા કલરના સરારામાં ખૂબ જ સુંદર લાગતા હતાં, તો બીજી બાજુ સાહિલે રાઘવેન્દ્ર રાઠોડ દ્વારા ડિઝાઇન કરેલ ક્રીમ કલરની અચકન પહેરી હતી અને હળવા સફેદ રંગનો સાફો બાંધ્યો હતો.
દીયા મિર્ઝાએ જણાવ્યું, ‘મારા લગ્ન હૈદરાબાદમાં નથી થઈ રહ્યાં. હૈદરાબાદી હોવાના નાતે મેં પોતાના લગ્નમાં હૈદરાબાદી રંગ ઉમેરવા માટે આ પરિધાનની પસંદગી કરી. હું એક પારમ્પરિક હૈદરાબાદી દુલ્હનની જેમ અનુભવી રહી છું.'
જુઓ લગ્નની તસવીરો :

એક-દૂજે કે લિયે
સાહિલ સંઘા અને દીયા મિર્ઝાએ ગત 18મી ઑક્ટોબરે લગ્ન કરી લીધાં.

દિલ્હીમાં લગ્ન
દીયા-સાહિલના લગ્નનું સમારંભ દિલ્હીમાં યોજાયું.

લાંબો ઇંતેજાર
દીયાને આ લગ્નનો લાંબા સમયથી ઇંતેજાર હતો.

ખુશખુશાલ દીયા
દુલ્હન બની ખુશખુશાલ જણાતા હતાં દીયા.

સાહિલ પણ ખુશ
દીયાને પામી સાહિલ પણ જાને શાંત અને ખુશ જણાતા હતાં.

ફિલ્મમેકર
સાહિલ સંઘા ફિલ્મમેકર છે.

મૉડેલ-અભિનેત્રી
દીયા મિર્ઝા મૉડેલ અને અભિનેત્રી છે.

બૉબી જાસૂસ
સાહિલ સંઘાના પ્રોડક્શન હેઠળ દીયા-સાહિલે તાજેતરમાં જ બૉબી જાસૂસ ફિલ્મ બનાવી હતી.

સગપણ
દીયા-સાહિલના સગપણ ગત એપ્રિલમાં થયા હતાં.

સ્વપ્ન જેવું
લગ્ન બાદ દીયાએ કહ્યું કે તેમને લગ્ન એક સ્વપ્નની જેમ લાગ્યું.

હૅપ્પી મૅરેડ લાઇફ
વનઇંડિયા તરફથી દીયા અને સાહિલને હૅપ્પી મૅરેડ લાઇફ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
