બૉબી જાસૂસને લઈને વિદ્યા ખુશ, તો દીયા ઉત્સાહિત

મુંબઈ, 24 સપ્ટેમ્બર : બૉલીવુડના ચોથા ખાન એટલે કે વિદ્યા બાલન બહુ ખુશ છે, તો દીયા મિર્ઝા પણ ખૂબ જ ઉત્સાહિત છે. બંનેએ તાજેતરમાં જ બૉબી જાસૂસ ફિલ્મના પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. દીયા મિર્ઝા બૉબી જાસૂસ ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે અને તેમણે લીડ રોલ માટે વિદ્યા બાલનની પસંદગી કરી છે.

dia-mirza-sahil-sangha-signed-vidya-balan-bobby-jasoos

અભિનય ક્ષેત્રે નિષ્ફળ રહેલાં દીયા મિર્ઝા બૉબી જાસૂસ ફિલ્મ સાથે જ નિર્માતા બનીને સામે આવી રહ્યાં છે. દીયા પોતાના પ્રેમી સાહિલ સંઘા સાથે મળી બૉબી જાસૂસ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે દીયાએ વિદ્યાને સાઇન કર્યાં છે. વિદ્યા દીયા તથા સાહિલે સાઇન કરતાં ખૂબ જ ખુશ છે. તેમણે દીયા મિર્ઝા તથા સાહિલ સંઘાના ખૂબ વખાણ પણ કર્યાં છે. બૉબી જાસૂસ ફિલ્મનું નિર્માણ બૉર્ન એંટરટેનમેંટ બૅનર હેઠળ થશે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે, જ્યારે મે-2014માં તેને રિલીઝ કરવાનો વિચાર છે.

બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યાના અનેક એક્શન સીન્સ પણ હશે કે જેને લઈને વિદ્યા બાલન ખૂબ ખુશ છે, તો દીયા મિર્ઝા પણ ઉત્સાહિત છે. હાલ પોતાના વૈવાવિહક જીવનનો આનંદ માણતાં વિદ્યા બાલન પહેલાની જેમ જ ફિલ્મોમાં પણ સક્રિય છે. જોકે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન બાદ તેમની એક જ ફિલ્મ ઘનચક્કર રિલીઝ થઈ હતી. ઇમરાન હાશમી સાથેની આ ફિલ્મ ફ્લૉપ નિવડી હતી, પરંતુ વિદ્યાને સાઇન કરનારાઓની લાઇન ઓછી નથી થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X