હજુ બે દિવસ ઑબ્ઝર્વેશનમાં રહેશે અભિનય સમ્રાટ દિલીપ કુમાર
મુંબઈ, 17 સપ્ટેમ્બર : અભિનય સમ્રાટ દિલીપ કુમાર આગામી બે દિવસ સુધી હૉસ્પિટલમાં તબીબોની નિગરાની હેઠળ રહેશે. પછી તેમને હૉસ્પિટલમાંથી રજા મળવાની શક્યતા છે. દિલીપ કુમારને રવિવારે સાંજે હૃદય રોગનો હળવો હુમલો થયા બદા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જોકે હજી તેમની હાલત સ્થિર છે.

ગત વર્ષે 90 વર્ષના થયેલા દિલીપ કુમાર મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ છે. તેમના નજીકના કૌટુમ્બિક મિત્ર ઉદયા તારા નાયરે જણાવ્યું કે તેમની હાલત સ્થિર છે. તેઓ બિલ્કુલ ઠીક છે, પણ તેમને હૉસ્પિટલમાંથી રજા ક્યારે મળશે, તે નક્કી નથી. તેમની ઉંમર અને 1999માં થયેલ બાયપાસ સર્જરીના ધ્યાને લેતે તબીબો તેમને વધુ બે દિવસ ઑબ્ઝર્વેશનમાં રાખવા માંગે છે.
અગાઉ દિલીપ કુમારના પત્ની અભિનેત્રી સાયરાબાનુએ જણાવ્યુ હતું કે દિલીપને બેચેની અનુભવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં પરંતુ પછીથી હૉસ્પિટલ તરફથી જણાવાયુ હતું કે બેચેની હૃદય રોગના હળવા હુમલાના કારણે હતી.












Click it and Unblock the Notifications
