Happy B'day : દિલીપ કુમાર હૉસ્પિટલમાંથી ડિસચાર્જ, જન્મ દિવસ ઉજવ્યો
મુંબઈ, 11 ડિસેમ્બર : બૉલીવુડના અભિનય સમ્રાટ અને ટ્રેજેડી કિંગના નામે જાણીતા દિલીપ કુમાર હૉસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવાયાં છે. તેમને ફેફસામાં ચેપના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
Good News:@TheDilipKumar walks back home after being discharged from the http://t.co/wXuG9PF6bP is his 92nd birthday! pic.twitter.com/Dbzybl0JvE
— Faridoon Shahryar (@iFaridoon) December 11, 2014
દિલીપ કુમારનો આજે જન્મ દિવસ છે અને તે પ્રસંગે અમિતાભ બચ્ચનથી માંડી અનુપમ ખેર સુધીની બૉલીવુડ હસ્તીઓએ તેમને વિશ કર્યું તથા તેમની સલામતીની કામના કરી. દિલીપ કુમાર આજે 92 વર્ષના થઈ ગયાં. તેમનું બૉલીવુડ કૅરિયર જ્વાર ભાટા (1944) ફિલ્મથી શરૂ થયુ હતું. જોકે આ ફિલ્મ વડે તેઓને પોતાની નોંધ ન કરાવી શક્યાં, પણ 1947માં આવેલી જુગનૂએ દિલીપ કુમારને લોકપ્રિય કરી નાંખી.
T 1703 - Happy birthday to my idol .. the greatest of them all .. Yusuf Khan .. urff .. Dilip Kumar ..!! God bless ! pic.twitter.com/opgionKLiA
— Amitabh Bachchan (@SrBachchan) December 11, 2014
દિલીપ સાહેબ એવા અભિનેતા છે કે જેમને 19 વખત ફિલ્મફૅર ઍવૉર્ડ માટે નૉમિનેટ કરાયાં. તેમાંથી 8 વખત તેઓ ઍવૉર્ડ હાસલ કરવામાં સફળ નિવડ્યાં. પહેલી વખત તેમને દાગ (1952) ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ મળ્યો.
Happy Birthday To The Great Legend Actor And A Great Personality ..Not Other Than Sir Dilip Kumar Sahib (Muhammad... http://t.co/PxcBJd7PVF
— Naseeruddin Shah (@NaseerudinShah) December 11, 2014
સને 1955માં દિલીપ કુમારને સતત ત્રણ ફિલ્મો દેવદાસ, અંદાજ તથા નયા દૌર માટે ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો. જોકે તેમણે કૅરિયર દરમિયાન અનેક એવી ફિલ્મો કરી કે જેમને ભલે ઍવૉર્ડ ન મળ્યા હોય, પણ લોકોના દિલોમાં તે ફિલ્મો આજે પણ રાજ કરે છે.
Happy Birthday Dilip Kumar Saab. The real THESPIAN of Indian Cinema. Long & happy life. They don’t make actors or people like him anymore.:)
— Anupam Kher (@AnupamPkher) December 11, 2014 December is a month were legends have born in.Yusuf khan (dilip kumar)Rajnikanth And Salman Khan :))
— AK (@i_Arhaan) December 11, 2014 











Click it and Unblock the Notifications
