તસવીરો : ઘરે પહોંચ્યાં દિલીપ કુમાર, સાયરાએ ફૅન્સને કહ્યું થૅંક્સ

મુંબઈ, 27 સપ્ટેમ્બર : દિલીપ કુમાર ગઈકાલે સાંજે પોતાના ઘરે પહોંચી ગયાં. તેઓ હૉસ્પિટલમાંથી બહાર નિકળ્યાં કે મીડિયાએ તેમને ઘેરી લીધાં. ઘણા દિવસથી મીડિયા દિલીપ કુમારની હૉસ્પિટલની બહાર રાહ જોતુ હતું. જ્યારે દિલીપ કુમાર બાહર આવ્યાં, તો દિલીપના ફૅન્સે પણ રાહતનો શ્વાસ લીધો. સાયરાબાનુના ચહેરા ઉપર ખુશી નજરે પડી. જ્યારથી દિલીપ ભર્તી થયા હતાં, ત્યારથી સાયરાબાનુ સતત લીલાવતી હૉસ્પિટલ ખાતે દિલીપની સેવા-સશ્રુષામાં ખડેપગે રહ્યા હતાં.

દિલીપ કુમારને ગત 15મી સપ્ટેમ્બરે રાત્રે હૃદય રોગના હળવા હુમલા બાદ લીલાવતી હૉસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ તેમના ફૅ્ન્સ અને મિત્રો તરફથી તેમના માટે દુઆઓનો દોર શરૂ થઈ ગયો હતો. સાયરાબાનુ સતત દિલીપ સાહેબ સાથે રહ્યાં.

દરમિયાન અમિતાભ બચ્ચન પણ દિલીપ કુમારને મળવા હૉસ્પિટલે પહોંચ્યા હતાં. જોકે દિલીપને પોતાના પિતાના સમાન ગણતા શાહરુખ ખાન હૉસ્પિટલે ન પહોંચતાં તરેહ-તરેહની અટકળો લગાવાઈ રહી છે. દિલીપના આરોગ્યમાં ધીમે-ધીમે સુધારો થતો ગયો અને ગઈકાલે તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

હૉસ્પિટલમાંથી રજા મળી

હૉસ્પિટલમાંથી રજા મળી

દિલીપ કુમાર ગત 15મી સપ્ટેમ્બરથી લીલાવતી હૉસ્પિટલમાં દાખલ હતાં. હૃદય રોગના હળવા હુમલા બાદ દાખલ કરાયેલા દિલીપને ગઈકાલે રજા મળી ગઈ.

ફૅન્સ ઘેરી વળ્યા

ફૅન્સ ઘેરી વળ્યા

લીલાવતી હૉસ્પિટલની બહાર દિલીપ કુમારને મીડિયા અને ફૅન્સ ઘેરી વળ્યા હતાં.

અમિતાભે કરી હતી મુલાકાત

અમિતાભે કરી હતી મુલાકાત

દિલીપ કુમારને લીલાવતી હૉસ્પિટલ ખાતે જઈને અમિતાભ બચ્ચન મળ્યા હતાં.

શાહરુખ ન આવ્યા

શાહરુખ ન આવ્યા

દિલીપ કુમારને પોતાના પિતા સમાન ગણતા શાહરુખ ખાન દિલીપ સાહેબનો હાલ પૂછવા હૉસ્પિટલે નહીં આવ્યાં.

અગિયાર દિવસ બાદ ઘરે

અગિયાર દિવસ બાદ ઘરે

દિલીપ કુમાર પૂરા 11 દિવસ બાદ પોતાના ઘરે પહોંચી ગયાં છે. તેઓ 90 વર્ષના છે અને ડિસેમ્બરમાં 91મો જન્મ દિવસ ઉજવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X