Pics : રાજેશ ખન્નાની વરસીએ ડિમ્પલ-અંજૂ સાથે-સાથે!

મુંબઈ, 19 જુલાઈ : ગુરુવારે બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની પ્રથમ વરસી હતી. આ મહાન અદાકારને લોકો અને બૉલીવુડ પોત-પોતાની રીતે યાદ કરી રહ્યા હતાં, પરંતુ રાજેશ ખન્નાના પત્ની અને પરિજનોએ રાજેશના આત્માના શાંતિ માટે પૂજા-પાઠનું આયોજન કર્યુ હતું. રાજેશના બંગલા આશીર્વાદ ખાતે હવન પૂજા યોજાયા હતાં કે જ્યાં બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી.

રાજેશના પત્ની ડિમ્પલ કાપડિયા પોતાના પુત્રી-જમાઈ સાથે પૂજામાં વ્યસ્ત હતાં, તો બીજી બાજુ આ હવન-પૂજામાં એક મહિલા એવા પણ હતાં કે જો આંખોમાં આંસુઓ સાથે રાજેશ ખન્નાના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હતાં. આ મહિલા કોઈ બીજુ નહીં, પણ ફિલ્મો અને ટેલીવિઝનનું જાણીતું નામ અંજૂ મહેન્દ્રુ હતાં. સફેદ રંગના સલવાર-કુર્તામાં સજ્જ અંજૂના ચહેરા પર લોકોએ એક ઉદાસી અનુભવી. અંજૂ ઉપરાંત બૉલીવુડ જગતના અનેક લોકો પણ રાજેશ ખન્નાની પુણ્યતિથિએ યોજાયેલ આ પૂજામાં પહોંચ્યા હતાં.

સૌએ મળીને રાજેશ ખન્નાના આત્માના શાંતિ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી. રાજેશ ખન્ના બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર હતાં અને 18મી જુલાઈ, 2012ના રોજ તેમનું નિધન થઈ ગયુ હતું. અંજૂ મહેન્દ્રુ રાજેશ ખન્ના સાથે રિલેશનશિપમાં હતાં અને ડિમ્પલ કાપડિયા સાથે પ્રેમ થતાં રાજેશ-અંજૂ વચ્ચે બ્રેક-અપ થઈ ગયુ હતું. પછી રાજેશે ડિમ્પલ સાથે લગ્ન કર્યા હતાં. આ માર્મિક અને લાગણીશીલ ક્ષણોએ ડિમ્પલ-અંજૂનું સાથે હોવું પોતાની રીતે અનેક વાતો વિચારવા મજબૂર કરે છે, કારણ કે કદાચ બંને વચ્ચે ક્યારેક કોઈ કલેહ થયુ હશે કે જે હવે રાજેશના મોત સાથે દફન થઈ ચુક્યું છે. કદાચ તેથી બંને જૂની વાતો ભુલી ચુક્યાં છે.

વરસીએ પહોંચ્યાં અંજૂ

વરસીએ પહોંચ્યાં અંજૂ

રાજેશ ખન્નાની પ્રથમ વરસીએ યોજાયેલ પૂજામાં અંજૂ મહેન્દ્રુ પણ પહોંચ્યા હતાં. અંજૂ-રાજેશ સાત વરસ સુધી રિલેશનશિપમાં હતાં, પરંતુ પછી બ્રેક-અપ થઈ ગયું. રાજેશે પછી પોતાના કરતાં અડધી વયના અભિનેત્રી ડિમ્પલ સાથે લગ્ન કર્યા હતાં.

સુભાષ ઘઈ

સુભાષ ઘઈ

જાણીતા નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘઈ પણ પૂજા માટે આવ્યા હતાં. તેમણે ભારે મનથી રાજેશને યાદ કર્યાં.

રાજેશના ફૅન્સ

રાજેશના ફૅન્સ

રાજેશ ખન્નાના ફૅન્સ પણ મોટી સંખ્યામાં તેમના બંગલા આશીર્વાદ સામે ઊભા હતાં અને પોતાના સુપર સ્ટારને યાદ કર્યા હતાં.

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્ના

પપ્પાની પ્રથમ પુણ્યતિથિએ યોજાયેલ પૂજામાં ટ્વિંકલ ખન્ના પણ હાજર રહ્યાં. જ્યારે રાજેશનું નિધન થયું, ત્યારે ટ્વિંકલ સગર્ભા હતાં.

ડિમ્પલે કરાવ્યું હવન

ડિમ્પલે કરાવ્યું હવન

રાજેશની પ્રથમ પુણ્યતિથિએ તેમના પત્ની ડિમ્પલ કાપડિયાએ હવન યોજ્યું કે જેમાં બૉલીવુડની અનેક હાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X