પોતાનાથી 10 વર્ષ નાની યુવતીના ગળાડૂબ પ્રેમમાં અનુરાગ કશ્યપ!

અનુરાગ કશ્યપ અને તેમનાથી 10 વર્ષ નાની લિવ-ઇન પાર્ટનરના ફોટોઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

અનુરાગ કશ્યપ પોતાની પર્સનલ લાઇફ અને રિલેશનશિપ અંગે હંમેશા ખુલીને વાત કરે છે. તેમણે ક્યારેય પોતાના રિલેશન લોકોથી છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો. આ 44 વર્ષીય ફિલ્મમેકરે બે વર્ષ પહેલાં જ એક્ટ્રેસ કલ્કિ કોચલિનથી ડિવોર્સ લીધા છે અને તેઓ ફરી એકવાર પ્રેમમાં છે. પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમણે પોતાના અને તેમની 23 વર્ષીય લિવ-ઇન પાર્ટનરના કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા છે.

અનુરાગની લિવ-ઇન પાર્ટનર

અનુરાગની લિવ-ઇન પાર્ટનર

જી હા, 44 વર્ષીય ફિલ્મમેકરની લિવ-ઇન પાર્ટનર માત્ર 23 વર્ષની છે. આ યુવતીનું નામ છે શુભ્રા શેટ્ટી. અનુરાગના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમની અને શુભ્રાની અનેક તસવીરો જોવા મળે છે. તસવીરો પરથી સ્પષ્ટ છે કે, અનુરાગ આ યુવતીના ગળાડૂબ પ્રેમમાં છે. જો કે, અનુરાગ કંઇ આ પહેલી વખત પ્રેમમાં નથી પડ્યાં. ફિલ્મમેકર અનુરાગ કશ્યપના બે વાર ડિવોર્સ થઇ ચૂક્યાં છે.

ડામાડોળ લવ-લાઇફ

ડામાડોળ લવ-લાઇફ

ફિલ્મમેકર અનુરાગ કશ્યપની લવ-લાઇફ કોઇ બોલિવૂડ ફિલ્મથી કમ નથી. અનુરાગે સૌ પ્રથમ વર્ષ 2003માં આરતી બજાજ સાથે લગ્ન કર્યા હતા. આરતી અને અનુરાગે લાંબો સમય લિવ-ઇનમાં રહ્યા બાદ લગ્નનો નિર્ણય લીધો હતો. લિવ-ઇન દરમિયાન જ આરતી માતા બની હતી. આ બંન્નેની પુત્રી આલિયાનો જન્મ વર્ષ 2001માં થયો હતો. પુત્રીના જન્મ બાદ બંન્નેએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. જો કે, તેમના લગ્ન ઝાઝું ન ટક્યા અને વર્ષ 2007માં તેમણે ડિવોર્સ લીધા.

કલ્કિ કોચલીન

કલ્કિ કોચલીન

આરતી બાદ અનુરાગની લાઇફમાં કલ્કિની એન્ટ્રી થઇ, બંન્નેની મુલાકાત વર્ષ 2008માં દેવ ડીના સેટ પર થઇ હતી. ટૂંક સમયમાં જ બંન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા, વર્ષ 2009થી 2011 દરમિયાન બંન્ને લિવ-ઇન પાર્ટનર હતા. 20 એપ્રિલ, 2011ના રોજ બંન્નેએ ઊંટીમાં લગ્ન કર્યા હતા. આ બંન્નેના લગ્ન પણ ઝાઝું ન ટકી શક્યા અને 2015માં બંન્નેએ ડિવોર્સ લઇ લીધા.

સબરિના ખાન

સબરિના ખાન

કલ્કિ સાથેના ડિવોર્સ પછી તરત જ અનુરાગ તેમની આસિસ્ટન્ટ સબરિના ખાનને ડેટ કરતા હોવાની વાતો વહેતી થઇ હતી. પરંતુ જ્યારે અનુરાગને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે વાતને નકારતાં કહ્યું હતું કે, 'જો હું કોઇને ડેટ કરતો હોઉં તો એનું નામ ન છુપાવું.' થોડા જ દિવસોમાં આ બંન્નેના અફેરની ખબરો શાંત પડી ગઇ.

શુભ્રા શેટ્ટી

શુભ્રા શેટ્ટી

હવે ફરી એકવાર અનુરાગ પોતાની લવ-લાઇફને કારણે ચર્ચામાં છે. અનુરાગની આ લિવ-ઇન પાર્ટનર શુભ્રા તેમની દિકરી આલિયાથી થોડાક જ વર્ષ મોટી છે. જો કે, અનુરાગ કે શુભ્રાને આ વાતથી કોઇ ફરક પડતો હોય એમ લાગતું નથી. બંન્નેના આ ફોટોઝ એ વાતનો પુરાવો છે. શુભ્રાએ ઝેવિયર્સ કોલેજ પૂરી કર્યા બાદ અનુરાગની કંપની ફેન્ટમ ફિલ્મ્સ જોઇન કરી હતી, એ પછી ધીરે-ધીરે બંન્ને નજીક આવ્યા અને એકબીજાને ડેટ કરવા લાગ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X