HOT ફોટોશૂટના કારણે ફરી ચર્ચામાં છે ધોનીની એક્સ ગર્લફ્રેન્ડ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા થોડા દિવસથી એમ.એસ.ધોની ગર્લ દિશા પટાણી સમાચારોમાં દેખાઇ નથી, બોલિવૂડમાં સતત ચર્ચામાં રહેવું કેટલું જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ. સુશાંતની ફિલ્મ એસ.એસ.ધોનીથી ડેબ્યૂ કરનાર દિશાએ ફિલ્મમાં ધોનીની એક્સ ગર્લફ્રેન્ડનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ જોયા બાદ વર્ષ 2016માં ગૂગલને સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન હતો, ધોનીની એક્સ ગર્લફ્રેન્ડ કોણ છે? ધોનીની એક્સ ગર્લફ્રેન્ડને મળેલ આ પોપ્યૂલારિટીનો થોડો શ્રેય દિશાને પણ જાય છે. તે આ ફિલ્મમાં અત્યંત ક્યૂટ દેખાતી હતી.

PR ટીમની લીધી ખબર

PR ટીમની લીધી ખબર

જો કે, છેલ્લા થોડા સમયથી દિશા ખબરોમાંથી ગાયબ હતી. આ કારણે તેણે પોતાની પીઆર ટીમની બરાબર ખબર લીધી અને પોતાના મેનેજરને નોકરીમાંથી કાઢી મુક્યો. કરણ જોહરની બ્લોકબસ્ટર ફિલ્મ દિશાના હાથમાંથી નીકળી ગઇ છે, આથી હવે તે કોઇ રિસ્ક લેવા નથી માંગતી.

એક દિવસની પબ્લિસિટી

એક દિવસની પબ્લિસિટી

મેનેજરને કાઢી દિશાએ એક દિવસની પબ્લિસિટી તો મેળવી જ લીધી છે. હાલ તે મેનેજર અને પીઆર ટીમ વિના પોતાનું તમામ કામ જાતે જ હેન્ડલ કરી રહી છે અને માનવું પડે, તે ખૂબ સારી રીતે આ કામ કરી રહી છે. પીઆર ટીમ બાદ તે સતત ચર્ચામાં છે. હાલમાં જ તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

બિકિનીમાં તસવીર

બિકિનીમાં તસવીર

ફરીથી લાઇમલાઇટમાં આવવા માટેનો આનાથી સરળ રસ્તો બીજો શું હોઇ શકે? દિશા પટાણીના એક મેગેઝિનની કવરની આ તસવીર છે, જેમાં તે અત્યંત હોટ લાગી રહી છે. દિશાએ જાતે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

દિશાનું કરિયર

દિશાનું કરિયર

ઉલ્લેખનીય છે કે, કરણ જોહરની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માટે દિશાનું નામ લગભગ ફાઇનલ થઇ ગયું હતું, પરંતુ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થાય એ પહેલાં જ ચર્ચા થવા લાગી કે, દિશાને મોહેંજોદડે ફેમ એક્ટ્રેસ પૂજા હેગડે સાથે રિપ્લેસ કરવામાં આવી છે. આ સાંભળી દિશા ખૂબ અપસેટ થઇ હતી. આ ફિલ્મમાં દિશાનો બોયફ્રેન્ડ ટાઇગર લીડ રોલમાં હોવાના પણ સમાચાર છે.

આગામી પ્રોજક્ટ્સ

આગામી પ્રોજક્ટ્સ

સ્ટુડન્ટ ઓફ ધ યર હાથમાંથી ભલે નીકળી ગઇ હોય, પરંતુ એની પાસે હજુ પણ સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ એક બાર ફિર રોમિયો છે. આ સિવાય તે અકબર અને વૉલ્ટર નામની ફિલ્મો પર પણ કામ કરી રહી છે. પરંતુ સ્ટુડન્ડ ઓફ ધ યર ઘણી મોટી ફિલ્મ હતી.

પોપ્યૂલર ફેસ છે દિશા

પોપ્યૂલર ફેસ છે દિશા

દિશા પટાણી હાલ બોલિવૂડનો પોપ્યૂલર ફેસ છે અને પીઆર ટીમ તથા મેનેજર હાયર કર્યો હોવા છતાં તે ખબરોમાંથી ગાયબ હતી. તેનો પીઆર ટીમ પરનો ગુસ્સો સમજી શકાય એમ છે. તેના નબળા પીઆરને કારણે જ કરણ જોહરની ફિલ્મ તેના હાથમાંથી સરી ગઇ હોય એવું બને.

જાતે જ હેન્ડલ કરી રહી છે પોતાનું કામ

જાતે જ હેન્ડલ કરી રહી છે પોતાનું કામ

આ કારણે જ દિશાએ ઢીલ ન દાખવતાં તમામ કારભાર પોતાના હાથમાં લઇ લીધો છે અને તે આ કામ ખૂબ સરસ રીતે કરી રહી છે. દિશા ફરી એકવાર લાઇમલાઇટમાં આવી ગઇ છે. તેના આ સુંદર અને હોટ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે.

ન્યૂ લૂક

ન્યૂ લૂક

થોડા દિવસ પહેલાં જ દિશા એક ઇવેન્ટમાં પોતાના ન્યૂ લૂક સાથે જોવા મળી હતી. ત્યારે પણ તે સમાચારમાં ચમકી હતી. તેના આ ન્યૂ લૂકના લોકોએ ખૂબ વખાણ પણ કર્યા હતા. ઇવેન્ટ બાદ અને ઇવેન્ટ પહેલાંના અનેક ફોટોઝ દિશાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.

ટોપલેસ ફોટોશૂટ

ટોપલેસ ફોટોશૂટ

વર્ષ 2017ની શરૂઆતમાં તે ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે કરાવેલ ટોપલેસ ફોટોશૂટને કારણે ખૂબ ચર્ચામાં રહી હતી. આ પહેલી વાર હતું જ્યારે દિશા ટોપલેસ જોવા મળી. હવે ફરી એકવાર તે પોતાના આ બિકિનીના ફોટોઝને કારણે ચર્ચામાં આવી ગઇ છે.

English summary
Disha Patni latest Photoshoot in bikini.
Please Wait while comments are loading...