હની સિંહની લાઈફ પર બનશે ડૉક્યુમેન્ટ્રી, ઑસ્કર અવૉર્ડ વિજેતા ગુનીત મોંગા કરશે પ્રોડ્યુસ
રેપર યો યો હની સિંહના જીવન પર એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ બનશે. ઑસ્કર અવૉર્ડ વિનર ગુનીત મોંગા આ ડૉક્યુમેન્ટ્રીને પ્રોડ્યુસ કરવાના છે.

Honey Singh Documentary: રેપર યો યો હની સિંહના જીવન પર એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાની વાત ચાલી રહી છે. હની સિંહના જીવન સાથે જોડાયેલ ઘણા કિસ્સાઓ વિશે આ ડૉક્યુમેન્ટ્રી દ્વારા જાણવા મળશે. વળી, આમાં સૌથી મોટી વાત એ છે કે ઑસ્કર અવૉર્ડ વિનર ગુનીત મોંગા આ ડૉક્યુમેન્ટ્રીને પ્રોડ્યુસ કરવાના છે.
હની સિંહ પર બની રહેલી આ ડૉક્યુમેન્ટરીની રસપ્રદ વાત એ છે કે ઑસ્કર વિજેતા ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાએ આ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનુ કામ હાથમાં લીધુ છે અને તેને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા ચાહકોને હની સિંહના અંગત જીવન અને વ્યાવસાયિક જીવન વિશે વધુ જાણવા મળશે. આ ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે હની સિંહ મોટા પડદા પર પ્રખ્યાત રેપર બન્યો અને તેના માટે તેણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
આ ડૉક્યુમેન્ટરી વિશે મીડિયા સાથે વાત કરતા હની સિંહે કહ્યુ કે, 'મને હંમેશા ચાહકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો છે જેના માટે હું આભારી છું. મે મીડિયામાં મારી અંગત અને કરિયરની સમસ્યાઓ વિશે અગાઉ પણ વાત કરી છે. પરંતુ હવે ચાહકો આ ડૉક્યુમેન્ટ્રી દ્વારા મારા વિશે વિસ્તારથી જાણી શકશે. આ ડૉક્યુમેન્ટરી મારા જીવનમાં કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને મે મોટા પડદા પર કેવી રીતે પુનરાગમન કર્યુ તેની વિગતવાર માહિતી આપશે.'
બીજી તરફ ગુનીત મોંગાએ ડ\ક્યુમેન્ટ્રી વિશે કહ્યુ કે, 'યુવાનોમાં હની સિંહનો જબરદસ્ત ક્રેઝ છે. તેમણે સંગીત ઉદ્યોગમાં નવા પરિવર્તનની પહેલ કરી. જેના કારણે હંમેશા ઘણો સહકાર રહ્યો છે. હું તેની જીવનકથાને એક્સપ્લોર કરવા માંગતી હતી. અમે હની સિંહના જીવનની વાર્તા રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આ માટે હું નેટફ્લિક્સનો આભાર માનુ છુ.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
