બજાતે રહોમાં ચાવીરૂપ રોલ કરે છે ડૉલી અહલુવાલિયા
મુંબઈ, 17 જૂન : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી ડૉલી અહલુવાલિયા કે જેમણે વિકી ડૉનરમાં એફરવર્સેંટ મધરનો રોલ કર્યો હતો, તેઓ પોતાની આગામી ફિલ્મ બજાતે રહોમાં લીડ રોલમાં દેખાશે. ફિલ્મની સ્ક્રિપ્ટ તેમની આસપાસ ફરે છે. પચાસ વર્ષીય ડૉલીએ એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ પોતાની ઉપર ગર્વ અનુભવે છે કે ફિલ્મની વાર્તા તેમની ઉપર કેન્દ્રિત છે.

શશાંત શાહ દિગ્દર્શિત બજાતે રહો ફિલ્મ અંગે ડૉલીએ જણાવ્યું - શશાંત એક કુશળ દિગ્દર્શક છે અને તેઓ કલાકારોની ક્ષમતા અંગે જાણે છે. બજાતે રહો ફિલ્મમાં તુષાર કપૂર, વિશાખા સિંહ, રવિ કિશન, વિનય પાઠક, કમલેશ ગિલ તથા રણવીર શૌરી સાથે દેખાનાર છે ડૉલી અહલુવાલિયા. ડૉલી મિસિસ બવેજાનો ચાવીરૂપ રોલ કરી રહ્યાં છે.
ડૉલીએ જણાવ્યું - હું ફિલ્મનું કૉન્સેપ્ટ સાંભળી સાતમા આસમાને હતી. સાથે જ હું નર્વસ પણ હતી કે શશાંતે આવા રોલ માટે મારી ઉપર ભરોસો મૂક્યો. આ રોલ કરવો સરળ નહોતો, પણ હું સન્માનિત અનુભવતી હતી.
નોંધનીય છે કે ઇરોઝ ઇંટરનેશનલ તથા મલ્ટી સ્ક્રીન મીડિયા મોશન પિક્ચર્સ નિર્મિત બજાતે રહો ફિલ્મ આગામી 26મી જુલાઈના રોજ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
