નવેમ્બરમાં શરૂ થશે દોસ્તાના 2નું શૂટિંગ : અભિષેક
મુંબઈ, 12 ઑગસ્ટ : જ્હૉન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ દોસ્તાનાની સિક્વલ દોસ્તાના 2નું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થઈ શકે છે. અભિષેક બચ્ચન દોસ્તાના 2ના શૂટિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

37 વર્ષીય અભિષેક બચ્ચને જણાવ્યું કે દોસ્તાના 2 ઉપર કામ નવેમ્બરથી શરૂ થઈ જશે. તેમણએ જણાવ્યું - અમે લાંબા સમયથી આ ફિલ્મ ઉપર કામ કરવાનો ઇંતેજાર કરી રહ્યાં છે. અમે અત્યાર સુધી શૂટિંગ શરૂ કરી શક્યાં નથી. મારા મતે દોસ્તાના 2નું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થઈ જશે.
દોસ્તાના 2 દોસ્તાનાની સિક્વલ છે. દોસ્તાના 2માં અભિષેક બચ્ચન અને જ્હૉન અબ્રાહમ તો રિપીટ કરાયાં છે, પણ પ્રિયંકાના સ્થાને કૅટરીના કૈફને લેવામાં આવ્યાં છે. દોસ્તાનામાં પ્રિયંકા ચોપરા હતાં, જ્યારે દોસ્તાના 2માં કૅટરીના કૈફ હશે. કરણ જૌહર નિર્મિત દોસ્તાના 2નું દિગ્દર્શન તરુણ મનસુખાણી કરવાનાં છે.












Click it and Unblock the Notifications
