ડ્રગ્સ કેસઃ બૉલીવુડ એક્ટર Vivek Oberoiના મુંબઈ સ્થિત ઘરમાં દરોડા

ડ્રગ્સ કેસઃ બૉલીવુડ એક્ટર Vivek Oberoiના મુંબઈ સ્થિત ઘરમાં દરોડા

મુંબઈઃ બૉલીવુડ એક્ટર વિવેક ઓબેરોયના મુંબઈ સ્થિત ઘરમાં બેંગ્લોર પોલીસે દરોડા પાડ્યા છે. ડ્રગ્સ કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. જણાવવામા આવી રહ્યું છે કે બેંગ્લોર પોલીસના બે ઈન્સ્પેક્ટર અભિનેતાના ઘરે પહોંચ્યા હતા અને દરોડા પાડવાની શરૂઆત કરી હતી. પોલીસ વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાના મામલાની તપાસ કરી રહી છે. આ સિલસિલામાં વિવેક ઓબેરોયના જુહૂ સ્થિત ઘર પર તલાશી લેવામાં આવી છે.

આદિત્ય અલ્વા ફરાર છે

આદિત્ય અલ્વા ફરાર છે

આ મામલે પોલીસ અધિકારીએ કહ્યું કે, આદિત્ય અલ્વા ફરાર છે. વિવેક ઑબેરોય તેમના સંબંધી છે અને અમને જાણકારી મળી છે કે અલ્વા ત્યાં છે. તો અમે એજ જોવા આવ્યા હતા. આના માટે અદાલત પાસેથી વોરન્ટ લેવામા આવ્યો હતો અને ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઈમાં તેમના ઘરે ગઈ હતી. જ્યારે અલ્વાનું ઘર બેંગ્લોરમાં છે, જ્યાં પોલીસ પહેલે જ તલાશી લઈ ગઈ હતી. તપાસકર્તાઓને શક છે કે આ ઘરમાં થનાર પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન થતું હતું. અહીં એક સ્વિમિંગ પૂલ પણ આવેલું છે.

વિવેક ઓબેરોય સાથે આદિત્યની બહેનના લગ્ન થયાં

વિવેક ઓબેરોય સાથે આદિત્યની બહેનના લગ્ન થયાં

આદિત્ય અલ્વાની વાત કરીએ તો તે કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાના દીકરા છે. તેમની બહેન પ્રિયંકાના લગ્ન વિવેક ઑબેરોય સાથે થયાં છે. તે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કથિત રીતે ગાયકો અને અભિનેતાઓને આપવામાં આવતા ડ્રગ્સ મામલાનો આરોપી છે, જેને સૈંડલવુડ ડ્રગ્સ કેસ કહેવામાં આવી રહ્યો છે. આ સેંડલવુડ ડ્રગ મામલે કેટલાય મોટા નામ સામે આવી ચૂક્યાં છે. સાથે જ કેટલાક પેડલર્સની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ

અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ

પકડાયેલા આરોપીઓએ અલ્વાનું નામ લીધું હતું. પોલીસનું કહેવું છે કે જ્યારથી તેમણે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે, ત્યારથી જ આદિત્ય અલ્વા ગાયબ છે. આ મામલે કુલ 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં અભિનેત્રી રાગિની દ્વિવેદી અને સંજના ગલરાની પણ સામેલ છે. અન્ય પકડાયેલા લોકોમાં રેવ પાર્ટી આયોજિત કરનાર વિરેન ખન્ના અને રિયાલ્ટાર રાહુલ ઠોનસે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X