ડ્રગ્સ કેસ: હાઇકોર્ટની શરતનું પાલન કરી એનસીબીની ઓફીસમાં હાજર થયા આર્યન ખાન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા. બે દિવસ બાદ એટલે કે 30 ઓક્ટોબરે તે પોતાના ઘરે આવ્યો હતો. હાઇકોર્ટની શરતો અનુસાર આર્યન ખાને દર શુક્રવારે બપોરે 11થી 2ની વચ્ચે NCB (નાર્
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા. બે દિવસ બાદ એટલે કે 30 ઓક્ટોબરે તે પોતાના ઘરે આવ્યો હતો. હાઇકોર્ટની શરતો અનુસાર આર્યન ખાને દર શુક્રવારે બપોરે 11થી 2ની વચ્ચે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસમાં હાજરી પૂરાવી પડશે.

હાઇકોર્ટના આદેશનું પાલન કરીને આર્યન NCBની ઓફિસ આવ્યો હતો. આર્યન ખાન પિતા શાહરુખની રેન્જ રોવરમાં બેસીને આવ્યો હતો. NCBની ઓફિસમાં તેના વકીલ સતીશ માનશિંદે હાજર રહ્યા હતા. જામીન મળ્યા બાદ આર્યન ખાન પહેલી જ વાર NCBની ઓફિસમાં હાજરી પૂરાવવા આવ્યો હતો.
2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)એ અટકાયત કરી હતી અને બીજા દિવસે ધરપકડ કરી હતી. 28 દિવસ બાદ આર્યન ખાન 'મન્નત' આવ્યો હતો. આર્યન ખાન ઘરે આવતા જ મન્નતની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી. ચાહકોએ ઢોલ નગારા તથા ફટાકડા ફોડીને આર્યનનું સ્વાગત કર્યું હતું. આર્યન ખાન ઘરે આવવાનો હોવાથી શાહરુખ-ગૌરીના સંબંધીઓ પણ મન્નત આવ્યા હતા.
ચર્ચા છે કે શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બૉડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. શાહરુખની સાથે જેમ બૉડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે છે, એ જ રીતે આર્યનની સાથે બૉડીગાર્ડ રહેશે.
સૂત્રોના મતે, શાહરુખ ખાન આ આખી ઘટનાથી ઘણો જ હચમચી ગયો છે. તે વિચારી રહ્યો છે કે જો આર્યનનો પોતાનો બૉડીગાર્ડ હોત તો કદાચ વાત આટલી વણસી ના હોત. રવિ જે રીતે શાહરુખનું ધ્યાન રાખે છે એ જ રીતે આર્યનનું પણ તે ધ્યાન રાખત, આથી જ શાહરુખ હવે દીકરા માટે જેમ બને તેમ જલદી બોડીગાર્ડ રાખશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
