પાર્ટીમાં આવો ડ્રેસ પહેરીને ફસાઈ ગઈ એકતા કપૂર, વીડિયો થયો વાયરલ

પાર્ટીમાં આવો ડ્રેસ પહેરીને ફસાઈ ગઈ એકતા કપૂર, ટ્રોલ થઈ

નવી દિલ્હીઃ દિવાળીના અવસર પર બૉલીવુડના સ્ટાર્સે ભારે મસ્તી કરી. ફિલ્મી દુનિયાની કેટલીય મોટી હસ્તીઓએ આ અવસર પર પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું અને દિવાળી પર ધમાલ મચાવી. મશહૂર ફિલ્મ નિર્માતા એકતા કપૂરે પણ દિવાળીના મોકા પર પાર્ટી રાખી, જેમાં બૉલીવુડની મોટી હસ્તીઓ સામેલ થઈ. જો કે પોતાની જ પાર્ટીમાં એકતા કપૂર ખુદના ડ્રેસને લઈને ટ્રોલ થઈ ગઈ. જણાવી દઈએ કે પાર્ટીમાં એકતા કપૂરે એવો ડ્રેસ પહેર્યો હતો, જેને તે વારંવાર સંભાળી રહી હતી. એકતા કપૂરની ડ્રેસના ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર ભારે કોમેન્ટ્સ થઈ રહી છે.

એકતાએ પહેર્યો પીચ કલરનો લહેંગો-ચોલી

એકતાએ પહેર્યો પીચ કલરનો લહેંગો-ચોલી

એકતા કપૂરે દિવાળીના અવસર પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં બૉલીવુડ સાથે જોડાયેલ કેટલાય દિગ્ગજો હાજર રહ્યા હતા. જો આ દરમિયાન એકતા કપૂરે પીચ કલરના લહેંગા-ચોલી પહેર્યો હતો. જો કે એકતા કપૂર પાર્ટી દરમિયાન પોતાની ડ્રેસને સંભાળતી જોવા મળી. પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એકતા કપૂર પોતાના ડ્રેસને વારંવાર ઠીક કરતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે એમના ડ્રેસિંગ સેન્સને લઈને ટ્રોલ કરી દીધી.

યૂઝર્સે આવી કોમેન્ટો કરી

યૂઝર્સે આવી કોમેન્ટો કરી

સોશિયલ મીડિયા પર એક યૂઝરે લખ્યું, 'ખુદ સારી ન લાગતી હોય તેવાં કપાડાં તેઓ કેમ પહેરે છે' જ્યારે અન્ય એક યૂઝરે કહ્યું કે 'આજની દુનિયામાં પણ લોકો નથી જાણતા કે પોતાના શરીર મુજબ કેવા પ્રકારનાં કપડાં પહેરવાં જોઈએ.' એક યૂઝરે લખ્યું કે તમે ખૂબસૂરત જરૂર છો પણ બની શકે કે તમે આ ડ્રેસને સંભાળી શકો તેમ નથી. જ્યારે અન્ય એક યૂઝરે તો એકતા કપૂરને એક્સરસાઈઝ કરવાની સલાહ આપી દીધી.

પાર્ટીમાં પહોંચ્યા સ્ટાર્સ

પાર્ટીમાં પહોંચ્યા સ્ટાર્સ

એકતા કપૂરની પાર્ટીમાં ફિલ્મ પ્રોડ્યૂસર્સ અને ડિરેક્ટ્રસ ઉપરાંત બૉલીવુડના કેટલાય સ્ટાર્સ પહોંચ્યા. કરણ જોહર, ડેવિડ ધવન, અરબાજ ખાન, એમની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની, શિલ્પા શેટ્ટી, કૃતિ સેનન, શ્રદ્ધા કપૂર, નુસરત ભરુચા, નેહા ધૂપિયા, દિવ્યાંકા ત્રિપાઠી, સિંગર નેહા કક્કડ સહિત કેટલાય સ્ટાર્સ એકતા કપૂરની પાર્ટીમાં હાજર રહ્યા. જણાવી દઈએ કે એકતા કપૂર ટીવીની દુનિયામાં કસૌટી જિંદગી કી અને ક્યોં કી સાસ ભી કભી બહૂથી જેવી સીરિયલ બનાવી ચૂકી છે. જો કે અગાઉ પણ કેટલીય વાર પોતાની ડ્રેસને લઈને ટ્રોલ થઈ ચૂકી છે.

દિશાએ બ્લાઉઝ ન પહેર્યું, થઈ ટ્રોલ

દિશાએ બ્લાઉઝ ન પહેર્યું, થઈ ટ્રોલ

તાજેતરમાં જ દિવાળીના અવસર પર મશહૂર એક્ટ્રેસ દિશા પાટની પણ પોતાના ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. દિશા પાટનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં એમણે ગોલ્ડન કલરનો ડિઝાઈનર લહેંગો અને એક સુંદર ચુનરી ઓઢ રાખી હતી. દિશાએ પોતાના હાથમાં એક દિવો પણ પ્રગટાવી રાખ્યો હતો. તસવીર કોઈ હોટલના રૂમની હતી. જો કે આ તસવીરને લઈને યૂઝર્સે તેને પણ ટ્રોલ કરી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X